Gandhinagar : આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ, CAG ના અહેવાલ સાથે ત્રણ સુધારા વિધેયક રજૂ કરાશે

વિધાનસભાના (Gujarat Assembly) પ્રથમ દિવસે સર્વસંમતિથી ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજસીટોક સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું.

Gandhinagar : આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ, CAG ના અહેવાલ સાથે ત્રણ સુધારા વિધેયક રજૂ કરાશે
Gujarat Assembly Monsoon session
| Edited By: | Updated on: Sep 22, 2022 | 7:37 AM

વિધાનસભા સત્રનો (Monsoon session) આજે છેલ્લો દિવસ છે. વિધાનસભા ગૃહમાં (Gujarat Assembly) સરકાર તરફથી ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. કેગનો(CAG)  અહેવાલ પર રજૂ કરાશે. બીજી તરફ સતત બીજા દિવસે ગૃહમાં વિપક્ષ હંગામો મચાવી શકે છે, કારણ કે કોંગ્રેસના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે વિધાનસભાના પ્રથમ દિવસે સર્વસંમતિથી ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજસીટોક સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ પર આશરે એક કલાક કરતાં વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી.ચર્ચાના અંતે સર્વાનુમતે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું.

સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસી ધારાસભ્યોનો આકરો વિરોધ

વિધાનસભા સત્રના પ્રથમ દિવસે (Gujarat Assembly Session) શરૂઆત થાય તે પૂર્વે જ કોંગ્રેસના (Congress) ધારાસભ્યોએ દેખાવો કર્યા હતા. કોંગ્રેસના સભ્યોએ વિવિધ મુદ્દાઓ અંગે બેનર ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તો સત્ર શરૂ થયા બાદ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે હોબાળો કરતા 15 ધારાસભ્યોને સસ્પેન્ડ (suspend ) કરવામાં આવ્યા હતા. જે બાદ આ ધારાસભ્યોધરણા પર બેઠા હતા. તમને જણાવી દઈએ કે, સસ્પેન્ડ થયેલ ધારાસભ્યોએ મોક સત્ર શરુ કર્યું હતું અને શાસક-વિપક્ષના બે ગ્રુપ બનાવી રસ્તા પર જ વિધાનસભા શરુ કરી હતી.

દિવંગત પૂર્વ સભ્યોને શ્રદ્ધાજંલિ

વિધાનસભાના 11મા સત્રના પ્રથમ દિવસે ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહના દિવંગત પૂર્વ સભ્યોના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Published On - 6:56 am, Thu, 22 September 22