Tender Today : મીનરલ વોટરના જગ પુરા પાડવા માટે બહાર પાડવામાં આવ્યુ ટેન્ડર, જાણો કઇ રીતે અને ક્યાં કરવાની રહેશે અરજી

Tender News : ટેકનીકલ બીડ અને ટેન્ડર ફીની રકમ તથા ઇએમડીના ડીમાન્ડ ડ્રાફ્ટ તારીખ 10 એપ્રિલ 2023થી 17 એપ્રિલ 2023 સાંજે 6 કલાક સુધી કચેરીએ મોકલવાના રહેશે.

Tender Today : મીનરલ વોટરના જગ પુરા પાડવા માટે બહાર પાડવામાં આવ્યુ ટેન્ડર, જાણો કઇ રીતે અને ક્યાં કરવાની રહેશે અરજી
| Edited By: | Updated on: Mar 17, 2023 | 11:50 AM

ગાંધીનગર મહાનગરપાલિકાના કામ માટે ઇ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. મીનરલ વોટર ભરેલા 20 લીટરના જગ પુરા પાડવા માટેની કામગીરી અંગે એજન્સીઓ પાસેથી ઇ-ટેન્ડરોમાં ભાવ મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડર માટેની ફી 1500 રુપિયા છે. તો તેની ઇ.એમ.ડી રુ. 60 હજાર છે.

આ પણ વાંચો- Tender Today : ટયુબવેલ, કુવા સંપની મોટરપંપના રિપેરિંગ માટે ટેન્ડર જાહેર, જાણો કયા વિસ્તાર માટે છે આ ટેન્ડર

ટેન્ડર ફોર્મ ભરવાની તારીખ 20 માર્ચ 2023થી 9 એપ્રિલ 2023 સાંજે 6 કલાક સુધીની રાખવામાં આવી છે. આ ટેન્ડર ફોર્મ ઓનલાઇન વેબસાઇટ www.nprocure.com પરથી ડાઉનલોડ કરીને ભરી શકાશે. પ્રિબીડ મીટિંગ તારીખ 27 માર્ચ 2023ના રોજ બપોરે 3 કલાકે મહાનગરપાલિકાના મીટિંગરુમમાં રાખવાાં આવી છે.

ટેન્ડર બીડના જરુરી આધાર માટેના કોઇ પણ ડોક્યુમેન્ટ ઓનલાઇન ઇલેકટ્રોનિક ફોર્મેટમાં સ્કેન કરી મોકલવાના રહેશે. ટેકનીકલ બીડ અને ટેન્ડર ફીની રકમ તથા ઇએમડીના ડીમાન્ડ ડ્રાફ્ટ તારીખ 10 એપ્રિલ 2023થી 17 એપ્રિલ 2023 સાંજે 6 કલાક સુધી કચેરીએ મોકલવાના રહેશે. ઓનલાઇન ટેકનીકલ બીડ ઓપનીંગ તારીખ 18 એપ્રિલ 2023ના રોજ બપોરે 12 કલાકે કરવામાં આવશે.