Tender Today : સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા ઝેરોક્ષ, બૂક બાઇન્ડિંગ તથા નકશાને લગતી કામગીરી માટે ટેન્ડર જાહેર

Gandhinagar News : ઝેરોક્ષ, બૂક બાઇન્ડિંગ તથા નકશાને લગતી કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ કામગીરી માટે સીલબંધ કવરમાં ફક્ત રજી.પો.એડી/સ્પીડ પોસ્ટ/કુરીયરથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

Tender Today : સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા ઝેરોક્ષ, બૂક બાઇન્ડિંગ તથા નકશાને લગતી કામગીરી માટે ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: Mar 14, 2023 | 11:36 AM

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ગાંધીનગરની નવા સચિવાલય કચેરીના અધિક્ષક ઇજનેર દ્વારા ઝેરોક્ષ, બૂક બાઇન્ડિંગ તથા નકશાને લગતી કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ કામગીરી માટે ટેન્ડરથી સીલબંધ કવરમાં ફક્ત રજી.પો.એડી/સ્પીડ પોસ્ટ/કુરીયરથી મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Tender Today : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મોરબીના વિવિધ કામના ટેન્ડર જાહેર

આ કામ માટેના ટેન્ડરની ફી રુ. 708 રાખવામાં આવી છે. તો તેના બાનાની રકમ રુ. 1650 રાખવામાં આવી છે. આ ટેન્ડર માટેનું ફોર્મ લેટરપેડ ઉપર અરજી સાથે સંસ્થાની નોંધણીનાં પ્રમાણપત્રની નકલ, પેનકાર્ડની સેલ્ફ એસ્ટેટેડ નકલ, પેનકાર્ડની સેલ્ફ એસ્ટેટેડ નકલ રજૂ કર્યાથી રોકડેથી ટેન્ડર ફી ભર્યા બાદ આપવાના રહેશે.

આ ટેન્ડરના કામની અવધિ 12 માસ સુધીની રહેશે. કોરા ટેન્ડર ફોર્મ તારીખ 18 માર્ચ 2023 સાંજે 6 કલાક સુધીમાં મેળવવાના રહેશે. ભરેલુ ટેન્ડર ફોર્મ 24 માર્ચ 2023 સાંજે 6 કલાક સુધીમાં સ્વીકારવામાં આવશે. તો ભરેલુ ટેન્ડર 27 માર્ચ 2023 બપોરે 12 કલાકે ખોલવામાં આવશે.

Published On - 11:35 am, Tue, 14 March 23