નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા એક ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ગાંધીનગરના કાંસ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા ટેન્ડરનું આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. લોક ભાગીદારીથી રાજ્યમાં ચેકડેમની મરામતની કામગીરી માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કામગીરી કરવા ઉત્સુક સ્વૈચ્છિક સંસ્થા,ઔદ્યોગિક ગૃહો, APMC, સેવા ભાવી સંસ્થાઓ, દૂધ ઉત્પાદક સંઘની નોંધણી કરવા બાબતે અરજી મગાવવામાં આવી છે.
અરજીનો નમુનો,ચેક લિસ્ટ તથા બાંહેધરીનો નમુનો http://gujnwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1&lang=Gujarati વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને ગાંધીનગરના કાંસ વિભાગના કાર્યપાલક ઇજનેરને રજુ કરવાનું રહેશે. આ અરજી RPAD/કુરિયર તથા રુબરુમાં પહોંચતી કરી શકાશે.
અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ 17 માર્ચ 2023 બપોરે 4 વાગ્યા સુધીની છે. ત્યારબાદ કોઇપણ અરજી ધ્યાન પર લેવામાં આવશે નહીં.