સ્વામી સચ્ચિદાનંદને પદ્મભૂષણ અન્ય સાત ગુજરાતી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત

|

Jan 25, 2022 | 9:23 PM

ગુજરાતના સ્વામિ સચ્ચિદાનંદને   પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે. જ્યારે અન્ય સાત ગુજરાતીઓને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે

સ્વામી સચ્ચિદાનંદને પદ્મભૂષણ અન્ય સાત ગુજરાતી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત
Gujarat Padma Bhusan Award

Follow us on

કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની(Republic Day)  પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરી છે. વિમાન દૂર્ઘટનામાં શહીદ થયેલા CDS જનરલ બિપિન રાવત અને ભાજપના દિવંગત નેતા કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના સ્વામિ સચ્ચિદાનંદને(Swami Sachidanand)  પદ્મભૂષણથી(Padma Bhushan)  સન્માનિત કરાયા છે. જ્યારે અન્ય સાત ગુજરાતીઓને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.. કેન્દ્ર સરકારે જે યાદી જાહેર કરી છે તેમાં વિભિન્ન ક્ષેત્રમાં ઉલ્લેખનિય કાર્ય માટે 128 લોકોને સન્માનિત કરવાની જાહેરાત કરી છે. જેમાં 4 લોકોને પદ્મવિભૂષણ, 17 લોકને પદ્મભૂષણ અને 107 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ગુજરાતીઓને પદ્મશ્રી સન્માનની વાત કરીએ તો

સ્વામી સચ્ચિદાનંદ (પદ્મ ભૂષણ)
ડૉ. લતા દેસાઈ (આરોગ્ય)
માલજી દેસાઈ (પબ્લીક અફેર)
દિવંગત ખલીલ ધનતેજવી (સાહિત્ય)
સવજી ધોળકીયા (સામાજિક કાર્ય)
રમીલાબેન ગામીત (સામાજિક કાર્ય)
પ્રભાબેન શાહ (સામાજિક કાર્ય)
જયંતકુમાર વ્યાસ (વિજ્ઞાન-એન્જિનિયરિંગ)

જ્યારે રાધેશ્યામ ખેમકાને સાહિત્ય અને શિક્ષણ, જનરલ બિપિન રાવતને સિવિલ સર્વિસ અને કલ્યાણ સિંહને લોક કલ્યાણ ક્ષેત્રમાં ઉલ્લેખનિય કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવશે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, નવા 16608 કેસ, 28 લોકોએ જીવ ગુમાવ્યો

આ પણ વાંચો : Republic Day 2022: 26 જાન્યુઆરીના દિવસે જ કેમ પ્રજાસતાક દિવસ મનાવવામાં આવે છે ?

Published On - 8:55 pm, Tue, 25 January 22

Next Article