Gujarat માં ઇમરજન્સી નંબર 112નો સાત જિલ્લામાં સફળ પ્રયોગ, રાજયભરમાં અમલી બનાવવા કવાયત

|

May 21, 2022 | 5:43 PM

ગુજરાત(Gujarat) સરકારે વર્ષ 2019માં રાજ્યના સાત જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે 112 નંબર અમલી બનાવાયો હતો. જેમાં અહેવાલ મુજબ ઇમરજન્સી સેવા 112 ઉપર એપ્રિલ-22 સુધીમાં 34,737 કોલ આવ્યા હતા.

Gujarat માં ઇમરજન્સી નંબર 112નો સાત જિલ્લામાં સફળ પ્રયોગ, રાજયભરમાં અમલી બનાવવા કવાયત
Gujarat 112 Emergency Number Control Room (File Image)

Follow us on

ગુજરાત(Gujarat)સરકાર દ્વારા રાજયના નાગરિકોને એક જ ફોન નંબર પરથી તમામ ઇમરજન્સી સેવાઓ(Emergency Service)  મળી રહે તે માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં રાજય સરકાર દ્વારા ત્રણ વર્ષથી 112 નંબરને સાત જિલ્લા અરવલ્લી,(Aravalli) બોટાદ, છોટાઉદેપુર, દ્વારકા, મહિસાગર અને મોરબીને પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ નંબરને સારો પ્રતિસાદ મળ્યો છે. તેમજ આ નંબર પર અત્યાર સુધી કુલ 34,000 કોલ પણ મળ્યા છે. જેના પગલે સરકાર આગામી એક વર્ષમાં સમગ્ર રાજયમાં એક જ ઇમરજન્સી નંબર પરથી નાગરિકોને તમામ સુવિધા મળી રહે તે માટે માળખું તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં મેડિકલ, ફાયર, પોલીસ સહિતની ઇમરજન્સી સેવાઓ એક જ નંબર પરથી મળી શકશે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

અત્યાર સુધીમાં 34 હજારથી વધુ કોલ મળ્યા

જેના પગલે લોકોને જુદાજુદા નંબરો યાદ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને રાજ્ય વ્યાપી એક જ નંબર ડાયલ કરવાથી મદદ મળી શકશે. તેમજ આ રાજ્યવ્પાપી માળખું આગામી એકાદ વર્ષમાં અમલ મુકવામાં આવે તેવા પ્રયાસો જોવા મળી રહ્યા છે. ગુજરાતના સાત જિલ્લામાં 112 નંબર અમલી છે. જેમાં અત્યાર સુધીમાં 34 હજારથી વધુ કોલ મળ્યા છે. તેમજ આ પ્રયોગ પ્રારંભિક તબક્કે સફળ સાબિત થયો છે.

વુમન હેલ્પલાઇન અભયમ 181 માટે કુલ 1074 કોલ આવ્યા

જેમાં રાજય સરકારે વર્ષ 2019માં રાજ્યના સાત જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે 112 નંબર અમલી બનાવાયો હતો. જેમાં અહેવાલ મુજબ ઇમરજન્સી સેવા 112 ઉપર એપ્રિલ-22 સુધીમાં 34,737 કોલ આવ્યા હતા. જેમાં સૌથી વધુ પોલીસ ઇમરજન્સીને લગતા 22,151 કોલ આવ્યા હતા. જ્યારે ફાયરને લગતા 247 , મેડિકલ ઇમરજન્સીને લગતા 11, 265 અને વુમન હેલ્પલાઇન અભયમ 181 માટે કુલ 1074 કોલ આવ્યા હતા.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

જેમાં હાલ અમદાવાદમાં કઠવાડા ખાતે 108 ખાતેના હેડક્વાટરમાં 112 માટેનો કંટ્રોલ રૂમ ચાલી રહ્યો છે. જેમાં સાત જિલ્લાઓમાંથી છેલ્લા ત્રણેક વર્ષમાં કોલ આવી રહ્યા છે. સાત જિલ્લાના સફળ પ્રયોગ બાદ હવે આગામી એકાદ વર્ષ સુધીમાં સમગ્ર ગુજરાતમાં 112 નંબરને અમલી બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત દેશમાં પણ આ રીતે દેશવ્યાપી એક જ હેલ્પલાઇન નંબર 112 અમલી બનાવવાનો વિચાર છે. ગુજરાતમાં સાત જિલ્લામાં તેનો પ્રાયોગિક ધોરણે અમલ કરવામાં આવ્યો છે જે સફળ રહ્યો છે.

Published On - 5:41 pm, Sat, 21 May 22

Next Article