રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે

|

Jan 31, 2022 | 7:52 PM

અત્યારની સ્થિતિને ધ્યાને લઇ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી 2022 સુધી વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે

રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે
symbolic image

Follow us on

અત્યારની સ્થિતિને ધ્યાને લઇ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી 2022 સુધી વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન (Offline) શિક્ષણ (education) બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વિદ્યાર્થી- બાળકોના વ્યાપક આરોગ્યરક્ષા હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, આગામી તારીખ 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1 થી 9ના વર્ગોમાં માત્ર ઓન લાઇન શિક્ષણ જ ચાલુ રહેશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ અગાઉ ગત તા. 7મી જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે તા. 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9 ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે.

આ નિર્ણયની સમયાવધિ આજે પૂર્ણ થતા કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ ઓફલાઈન- વર્ગખંડ શિક્ષણ હજી વધુ સમય એટલે કે, તારીખ 5 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ શિક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું.

તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર હવે 5 ફેબ્રુઆરી એ સ્થિતિની પુનઃ સમીક્ષા કરીને શાળાઓમાં ક્લાસ રૂમ ટિચિંગ એટલે કે વર્ગ ખંડમાં શિક્ષણ અંગે યોગ્ય નિર્ણય કરશે.

કોર કમિટીની આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad: સિમ કાર્ડ સ્વેપ કરી છેતરપિંડી કરવાના ગુનામાં વટવા પોલીસે ગેંગનો પર્દાફાશ કરી ખાનગી કંપનીના મેનેજરની કરી ધરપકડ

આ પણ વાંચોઃ Vadodara: એક્સપ્રેસ-વે માટે સંપાદિત જમીનનું વળતર ચૂકવવામાં તંત્રના અખાડા

Published On - 7:51 pm, Mon, 31 January 22

Next Article