Rishikesh Patel
Gandhinagar: રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel)
બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા 10 જિલ્લાઓમાં નુકશાનનીનું વળતર આપવામાં આવ્યું હોવાની માહિતી આપી હતી. અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા રૂ.11.60 કરોડનું નુકશાન વળતર ચુકવવામાં આવ્યું છે.
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કુદરતી આફતોમાં રાજ્ય સરકાર ઝીરો કેઝ્યુલીટીને ધ્યાનમાં રાખીને કામગીરી કરતી આવી છે ત્યારે આવી સ્થિતિમાં રાજ્યના લોકોને આર્થિક કે શારિરીક નુકશાન થાય તે માટે રાજ્ય સરકાર હંમેશા તેમની સાથે છે. તાજેતરમાં ગુજરાતમાંથી પસાર થયેલા બિપરજોય વાવાઝોડાથી ગુજરાતના 10 અસરગ્રસ્ત જીલ્લાઓમાં નુકશાન થયું હતું.
ગુજરાતના 10 અસરગ્રસ્ત જીલ્લાઓમાં વળતર ચુકવાયું
ગુજરાતના કચ્છ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજીત રૂપિયા 11.60 કરોડની ત્વરીત નુકશાન વળતર સહાય ચુકવી દેવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ સહાયની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘરવખરીના 395 કેસોમાં રૂ.20.27 લાખની સહાય, કેશડોલ્સના 1,12,653 કેસોમાં રૂ.3.50 કરોડની સહાય, આંશિક પાકા મકાન સહાયના 914 કેસોમાં રૂ.1.14 કરોડની સહાય, આંશિક કાચા મકાન સહાયના 2,101 કેસોમાં રૂ.1.68 કરોડની સહાય, પશુ સહાયના 2858 કેસોમાં રૂ.4.41 કરોડની સહાય ચુકવવામાં આવી છે.
કુલ રૂ.11.60 કરોડથી વધુ રકમની સહાય ચુકવવામાં આવી
આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બિપરજોય વાવાઝોડા દરમિયાન 15 વ્યક્તિઓને થયેલી ઇજામાં સારવાર પેટે રૂ.72 હજાર સહાય, ઝૂંપડા સહાયના 257 કેસોમાં રૂ.21.82 લાખની સહાય, સંપૂર્ણ કાચા મકાનના 24 કેસોમાં રૂ.13.40 લાખની સહાય, સંપૂર્ણ પાકા મકાનના 6 કેસોમાં રૂ.5.10 લાખની સહાય, ઢોરના શેડની સહાયના 432 કેસોમાં રૂ.20.77 લાખની સહાય તેમજ મળીને કુલ રૂ.11.60 કરોડથી વધુ રકમની સહાય ચુકવવામાં આવી હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
સરકાર દ્વારા સૌથી વધુ સહાય પશુ સહાયના 2858 કેસોમાં રૂ.4.41 કરોડની સહાય ચુકવવામાં આવી છે. તો કેશડોલ્સના 1,12,653 કેસોમાં રૂ.3.50 કરોડની સહાય તેમજ બિપરજોય વાવાઝોડા દરમિયાન ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓને પણ સારવાર માટે સહાય આપવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો