Gandhinagar: સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના વહીવટી ભવનનું થયુ લોકાર્પણ, ભવનમાં 36મી નેશનલ ગેમ્સ-2022નું થશે આયોજન

|

Sep 19, 2022 | 2:22 PM

ગાંધીનગર (Gandhinagar) ખાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના (Sports Authority of Gujarat) વહીવટી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે.

Gandhinagar: સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના વહીવટી ભવનનું થયુ લોકાર્પણ, ભવનમાં 36મી નેશનલ ગેમ્સ-2022નું થશે આયોજન
રમતગમત અને યુવક સેવા પ્રવૃત્તિઓના રાજય મંત્રી હર્ષ સંઘવીએ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના વહીવટી ભવનનું લોકાર્પણ કર્યુ

Follow us on

ગુજરાતને (Gujarat) રમતગમત ક્ષેત્રે (Sports) આગળ ધપાવવા માટે ગુજરાત સરકાર હંમેશા પ્રયત્નશીલ રહે છે. ત્યારે હવે ગુજરાતમાં રમત ગમત ક્ષેત્રને વધુ આગળ લઈ જવા માટે ગાંધીનગર (Gandhinagar) ખાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના વહીવટી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. રમતગમત અને યુવક સેવા પ્રવૃત્તિઓના રાજય મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના વહીવટી ભવનનું લોકાર્પણ કર્યુ હતુ. 36મી નેશનલ ગેમ્સ-2022નું આયોજન આ ભવનમાંથી થશે.

નેશનલ ગેમ્સના સુચારુ આયોજન માટે ભવન

સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના વહીવટી ભવનનું લોકાર્પણ કરતા રમતગમત અને યુવક સેવા પ્રવૃત્તિઓના રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ નવનિર્મિત વહીવટી ભવન ગુજરાતના હજારો યુવાનોને રમતગમત ક્ષેત્રે દેશમાં અગ્રિમ હરોળમાં લઈ જશે. તેમણે કહ્યું કે અગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓકટોબરમાં યોજાનારી 36મી નેશનલ ગેમ્સ-2022ની યજમાની કરવાની સુવર્ણ તક ગુજરાતને મળી છે. ત્યારે રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ વતી નેશનલ ગેમ્સના સુચારુ આયોજન માટે સચિવાલય તરીકે આ વહીવટી ભવન કાર્ય કરશે.

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વિકસાવવા માટે જમીન ફાળવાઈ

વહીવટી ભવનના બાંધકામ માટે રાજ્ય સરકારે કુલ 25 એકર જમીન ફાળવી છે. 1 હજાર 323.40 લાખના ખર્ચે બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સંકૂલમાં ખેલાડીઓના નિવાસ માટે એરકંડીશનિંગ સહિતની સ્પોર્ટસ હોસ્ટેલનું કામ પૂર્ણતાના આરે છે. કેમ્પસમાં 400 મીટર સિન્થેટિક એથ્લેટિક ટ્રેક તેમજ ફૂટબોલ ગ્રાઉન્ડ પણ બનશે. જ્યારે આગામી સમયમાં કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાસભર હાઈ-પર્ફોર્મન્સ સેન્ટર તેમજ બાસ્કેટ બોલ કોર્ટ, ટેનીસ કોર્ટ, વોલીબોલ કોર્ટ, હેન્ડબોલ કોર્ટ, ખો-ખો, કબડ્ડી જેવા વિવિધ આઉટડોર કોર્ટ બનાવવાનું પણ આયોજન છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

વિવિધ શાખાઓનો થશે સમાવેશ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના લિફ્ટ સહિતના ત્રણ માળ ધરાવતા આ વહીવટી ભવનમાં વિવિધ શાખાઓનો સમાવેશ થાય છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, પ્રથમ માળે ડાયરેક્ટર જનરલ, સચિવ, ચીફ કોચ, વિવિધ શાળાના વડાઓની કચેરી તેમજ કોન્ફરન્સ રૂમની સુવિધા ઊભી કરવામાં આવી છે. બીજા માળે એકાઉન્ટ શાખા, DLSS શાખા, શક્તિદૂત શાખા, સેન્ટર ઓફ એકસેલન્સ, ચીફ કોચ શાખા, ટેન્ડર શાખા, એસ.જી.એફ.આઈ. શાખા, ઈન-સ્કુલ શાખા તથા જનરલ રેકોર્ડ રૂમની વ્યવસ્થા તેમજ ત્રીજા માળે પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ, ખેલ મહાકુંભ શાખા તથા કેન્ટીન જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Published On - 8:11 am, Sat, 13 August 22

Next Article