ગુજરાત વિધાનસભાનું 21 અને 22 સપ્ટેમ્બરના રોજ ટૂંકું સત્ર મળશે

|

Sep 07, 2022 | 11:07 PM

ગુજરાત(Gujarat)  સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા.21  અને 22  સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા(Gujarat Assembly)  ખાતે ટૂંકું સત્ર મળશે. તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભાનું 21 અને 22 સપ્ટેમ્બરના રોજ ટૂંકું સત્ર મળશે
Gujarat Assembly Gandinagar
Image Credit source: File Image

Follow us on

ગુજરાત (Gujarat)  સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા.21  અને 22  સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા(Gujarat Assembly)  ખાતે ટૂંકું સત્ર મળશે. તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં આગામી સમયમાં અંદાજિત રૂ.૩૩૦૦ કરોડના કુલ 20 હજાર જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે તેનો લાભ રાજ્યના નાગરિકોને મળશે. મંત્રી વાઘાણીએ સેવસેતું કાર્યક્રમની વિગતો આપતા કહ્યું કે, રાજ્યના નાગરિકોને આધારકાર્ડ, રેશનકાર્ડ સહિતની વિવિધ સેવાઓ ઘર આંગણે મળી રહે તે આશયથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રાજ્યમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમના સાત તબક્કાઓ અંતર્ગત 41,14,799  મળેલી અરજીઓ પૈકી 41,14,489  અરજીઓ એટલે કે 99. 99  ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

બે દિવસના સત્રની અંદર દિવંગત સભ્યોને શ્રદ્ધાજલી આપવામાં આવશે આ ઉપરાંત વિધાનસભાનું બીજા દિવસે કામકાજ શરુ કરાશે. આમ બે દિવસના સત્રને લઈને તૈયારીઓ શરુ કરાશે. અગાઉ માર્ચ મહિનામાં સત્ર મળ્યું હતું ત્યારે ચૂંટણીઓ નજીક હોવાથી ઉનાળું સત્ર છેલ્લુ સત્ર હોવાનો અંદાજ હતો પરંતુ ચૂંટણીઓની તારીખો હજુ સુધી જાહેર ના થતા સત્ર બે દિવસનું ટૂંકુ બોલાવવામાં આવશે.

આ ઉપરાંત પ્રવકતા મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ મહત્વનું નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને યોજનાકીય લાભો, ઉચ્ચ અભ્યાસક્રમમાં અનામત તેમજ સરકારી નોકરીમાં અનામતના હેતુ માટે જાતિના પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે. એમાં વધુ સરળતા રહે એ માટે આ નિર્ણય કરાયો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

તેમણે ઉમેર્યું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક, અનિસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક, વિકસતિ જાતિ કલ્યાણ ખાતા દ્વારા જાતિ પ્રમાણપત્રો આપવામાં આવે છે. જે અતર્ગત ધોરણ-૧૦માં શાળામાંથી દરખાસ્ત મંગાવી વિદ્યાર્થીઓને જાતિના પ્રમાણપત્રો આપવામાં આવે છે. ચાલુ શૈક્ષણિક સત્ર 2022-23 થી ધોરણ 9  અને 10 માં અભ્યાસ કરતા અને નવા શૈક્ષણિક સત્ર 2023 -24થી ધોરણ 9માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની જાતિ પ્રમાણપત્રો માટે શાળાઓ મારફત દરખાસ્ત મંગાવી વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા જાતિના બારકોડેડ પ્રમાણપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને શાળામાંજ સરળતાથી જાતિના પ્રમાણપત્ર મળી રહેશે તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.

Published On - 5:54 pm, Wed, 7 September 22

Next Article