Amreli : ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના SP તરીકે IPS નિર્લિપ્ત રાયની (Nirlipat Rai) પસંદગી કરી છે. અને સમગ્ર રાજ્યના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. નિર્લિપ્ત રાય ગુજરાતના IPS લોબીમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ પોણા 4 વર્ષ જેટલો સમય ફરજ નિભાવ્યો છે. અમરેલી જિલ્લામાં વર્ષ 2018માં બીટ કોઈન કાંડમાં એ વખતના ખુદ એસપી જગદીશ પટેલની સી.આઈ.ડી.ક્રાઇમએ ધરપકડ કરી હતી. અને અમરેલી પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા હતા. ત્યારબાદ અમરેલી જિલ્લાના ગુનેગારો અને ભ્રષ્ટાચારી પોલીસની શાન ઠેકાણે પાડવા SP નિર્લિપ્ત રાયનો ઓર્ડર થયો, પોણા 4 વર્ષ દરમ્યાન ગુનાહિત પ્રવૃત્તિ કરનારા તમામ લોકોને જેલ ભેગા કરી દીધા, અનેક ગુનાખોરી કરનારા તત્વો અમરેલી છોડી અન્ય વિસ્તારમાં ભાગી ગયા.
SP નિર્લિપ્ત રાયને કેમ સ્ટેટ મોનીટરીંગ સેલમાં મુકાયા
રાજય સરકાર દ્વારા રાજયભરમાં દારૂ જુગાર પર અંકુશ આવે તે માટે અમરેલીના જાંબાઝ IPS નિર્લિપ્ત રાયને SP તરીકે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલમાં નિમણુંક કરાઇ છે. આ સમાચાર સાંભળી ઉત્તર અને સાઉથ સૌરાષ્ટ્ર-ગુજરાતના પોલીસ કર્મીઓ ફફડી ઉઠ્યા છે. કેમ કે આ નિર્લિપ્ત રાય ગુન્હેગારો પહેલા ભ્રષ્ટાચારી પોલીસકર્મી અને ગુન્હેગારો સાથે સાંઠગાઠ ધરાવતા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સામે કડકાઇથી કામગીરી કરે છે. અમરેલી જિલ્લામાં 130 જેટલા માત્ર પોલીસકર્મીઓ સસ્પેન્ડ કર્યા છે. અહીં પોણા 4 વર્ષ દરમ્યાન ફરજ પર બેદરકારી અને ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા પોલીસકર્મીઓ વિરુદ્ધ પર તવાઇ બોલાવી હતી. કાયદો કોને કહેવાય અને કાયદા પ્રમાણે કેવી રીતે ફરજ બજાવાય તેવા અમરેલીમાં અનેક દાખલા છે.
હપ્તાખોરી શરૂ થતાં આખા પોલીસ સ્ટેશનની બદલી કરવાનો રેર્કોડ
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેતી સહિત ગેરકાયદે પ્રવૃત્તિ બેફામ રીતે ખાનગી રાહે શરૂ થયાની માહિતી અમરેલીના SP નિર્લિપ્ત રાયને મળી હતી. થોડા દિવસો પહેલા આખુ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન બદલી નાખ્યું. તમામ પોલીસ કર્મીને અલગ અલગ પોલીસ સ્ટેશન, હેડક્વાર્ટર અને તે પોલીસ સ્ટેશન PSIને પણ બદલી નાંખ્યા. ત્યારબાદ આખું નવા પોલીસ કર્મીઓના ઓર્ડર કરી ફરી પોલીસ સ્ટેશનમાં નિમણુંકો કરી આ પ્રકારની અમરેલી જિલ્લામાં કડક કાર્યવાહીનો સૌથી મોટો રેર્કોડ છે.
SPથી અમરેલીના રાજકીય નેતાઓ પણ દૂર રહેતા
અમરેલી જિલ્લાના દિગ્ગજ રાજકીય નેતાઓ ભલામણ કરવાની વાત તો દૂર રહી પણ કાર્યક્રમમાં બંદોબસ્ત દરમ્યાન મળે તો સામે જોવાની હિંમત પણ ન કરતા આ પ્રકારની SP નિરલિપ્ત રાયની કાર્ય પદ્ધતિ હતી. કોઈ રાજનેતા ભલામણ કરવા માટે અમરેલીમાં આજદિન સુધી હિંમત કરી શક્યા નથી. આ ઉપરાંત ગુજરાતભરના વિવિધ પાર્ટીના દિગ્ગજો પણ અમરેલીના SPને ફોન કરતા પહેલા વિચાર કરતા તે પણ હકીકત છે.
Kutch: ઉનાળો શરુ થતા જ ભૂજમાં પાણીની પારાયણ શરુ, ભર ઉનાળે પાણી માટે તરસ્યા લોકો
Published On - 8:10 pm, Sun, 3 April 22