અમદાવાદમાં રિક્ષાચાલકોની 21 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી

|

Nov 15, 2021 | 5:46 PM

અમદાવાદમાં રિક્ષા યુનિયને હડતાલની સફળતા મળી હોવાનો દાવો કર્યો છે . તેમજ આ સફળતા બાદ તારીખ 21 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાલ અને જેલ ભરો આંદોલનની રીક્ષા ચાલકોએ જાહેરાત કરી છે.

અમદાવાદમાં(Ahmedabad)  સીએનજીના ભાવ વધારાને(CNG Price Hike)  લઇને રિક્ષાચાલકો આજે 36 કલાકની હડતાળની ચીમકી આપી છે. જેમાં હડતાળની(Strike)  જાહેરાત કરનારા રિક્ષા યુનિયનને હડતાલની સફળતા મળી હોવાનો દાવો કર્યો છે . તેમજ આ સફળતા બાદ તારીખ 21 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાલ અને જેલ ભરો આંદોલનની રીક્ષા ચાલકોએ જાહેરાત કરી છે.

સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિના કન્વીનર અશોક પંજાબી અને વિજય મકવાણા તેમજ અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે સીએનજીમાં ભાવવધારો પાછો ખેંચવા સાથે જ રિક્ષાચાલકોને અન્ય રાજ્યોની જેમ રૂપિયા 15000 આર્થિક સહાય આપવા, પોલીસ દમન બંધ કરવા વગેરે રિક્ષાચાલકો ના પ્રશ્નો અંગે આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં રીક્ષાઓની ૩૬ કલાકની આપેલ હડતાળના એલાનને ૭૦ ટકા સફળતા મળી હતી.

તેમજ રોડ ઉપરની કોઈપણ રિક્ષાને રોકવામાં આવી નહોતી અને દવાખાના માટે તેમજ સિનિયર સીટીઝનો માટે અને ઇમરજન્સી સર્વિસ માટે છૂટ આપવામાં આવી હતી, સાથે જ રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રતિભાવ નહીં મળતાં તારીખ 21 અચોક્કસ મુદતની હડતાળ યથાવત્ રાખી છે.

સરકાર દ્વારા સીએનજી નો ભાવ પાછો નહીં ખેંચે તેમજ રિક્ષાચાલકોને આર્થિક સહાય નહીં આપે તો ગમે ત્યારે રિક્ષાચાલકો સરકારની કચેરીઓ સામે જેલભરો કાર્યક્રમ આપશે અને સરકારની જેલો રિક્ષાચાલકો ભરી દેશે તેવી પણ રીક્ષા ચાલકોએ ચીમકી ઉચ્ચારી છે.

આ પણ  વાંચો : ગ્રામયાત્રા : 10,605 ગામડાઓમાં ગ્રામયાત્રા દરમિયાન 1577 કરોડના કામોના ખાતમૂહર્ત, લોકાર્પણ અને સહાય વિતરણ થશે

આ પણ  વાંચો : વડોદરા યુવતી દુષ્કર્મ કેસમાં પોલીસે સઘન તપાસ હાથ ધરી, યુવતીની સાયકલની શોધખોળ શરૂ

Published On - 5:42 pm, Mon, 15 November 21

Next Video