Republic Day 2023: પ્રજાસતાક દિને દિલ્હીમાં ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત વિષય પર રજૂ થશે ગુજરાતની ઝાંખી

|

Jan 22, 2023 | 6:29 PM

દિલ્લીમાં પ્રજાસતાક દિવસની તડામાર તૈયારી શરૂ કરાઈ છે. જેમાં પરેડ દરમિયાન ગુજરાતની ઝાંખી પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.ક્લીન અને ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાતની થીમ પર ગુજરાતની ઝાંખી રજૂ કરાશે. જે દેશ અને દુનિયાને પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતોનાં પ્રયોગથી હરિત અને શુદ્ધ ઊર્જાનું નિર્માણ કરીને આત્મનનિર્ભર બનવાનો સંદેશ આપશે.

Republic Day 2023: પ્રજાસતાક દિને દિલ્હીમાં ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત વિષય પર રજૂ થશે ગુજરાતની ઝાંખી
Gujarat Republic Day 2023 overview

Follow us on

દિલ્લીમાં પ્રજાસતાક દિવસની તડામાર તૈયારી શરૂ કરાઈ છે. જેમાં પરેડ દરમિયાન ગુજરાતની ઝાંખી પણ આકર્ષણનું કેન્દ્ર બનશે..ક્લીન અને ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાતની થીમ પર ગુજરાતની ઝાંખી રજૂ કરાશે. જે દેશ અને દુનિયાને પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતોનાં પ્રયોગથી હરિત અને શુદ્ધ ઊર્જાનું નિર્માણ કરીને આત્મનનિર્ભર બનવાનો સંદેશ આપશે.

વિશાળ હાઈબ્રીડ  રિન્યુએબલ એનર્જી પાર્કનું નિદર્શન

પ્રસ્તુત ઝાંખીના પ્રથમ ભાગમાં ગુજરાતના કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્કનું નિદર્શન છે. બિનપરંપરાગત ઊર્જાના અખૂટ સ્ત્રોત સ્વરૂપ સૂર્ય અને પવનને પ્રતીકાત્મક રીતે હાથમાં ધારણ કરેલી એક ખુશહાલ કન્યાને કચ્છના ભાતીગળ પહેરવેશમાં દર્શાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-2011થી ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામમાં રાજ્યનો સૌ પ્રથમ સોલાર પાર્ક કાર્યરત છે જ

દેશના સૌ પ્રથમ 24×7 સોલાર ઊર્જા મેળવતા મોઢેરા ગામનું પણ નિદર્શન

જયારે ઝાંખીના પૃષ્ઠભાગમાં ગુજરાતનું જાણીતું સૂર્યમંદિર જ્યાં આવેલું છે; તે મોઢેરા ગામ BESS (Battery Energy Storage System) મારફતે દેશનું સૌ પ્રથમ 24×7 સોલાર ઊર્જા મેળવતું ગામ બન્યું છે. તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સ(UN)ના સેક્ટરી-જનરલ અન્ટોનિઓ ગુટરસે (Antonio Guterres) સૌરઊર્જાથી આત્મનિર્ભર બનેલા મોઢેરાની મુલાકાત લઈને ગુજરાતના આ કાર્યની ખૂબ પ્રસંશા કરી હતી.

Protein : નોનવેજ નથી ખાતા?! તો આ 5 વેજિટેરિયન ચીજોથી વધારો શરીરમાં પ્રોટીન
આજનું રાશિફળ તારીખ : 15-12-2024
Jyotish Shastra : વર્ષની છેલ્લી પૂર્ણિમા પર આ 4 રાશિના લોકો થશે ધનવાન!
રેખા પાછળ લટ્ટુ થઈને ફરતા હતા આ સ્ટાર્સ, લિસ્ટ જોઈ ચોંકી જશો
અંબાણી પરિવારની Radhika Merchant નું આ લિસ્ટમાં આવ્યું નામ
ભારતના 100 રૂપિયા થાઈલેન્ડમાં કેટલા થઈ જાય ?

ગ્રામીણ કચ્છી મહિલા સહિતના ઘણા આકર્ષણો

આ સાથે PM KUSUM (Pradhan Mantri Kisan Urja Suraksha evam Utthan Mahabhiyan )યોજના મારફત સોલાર રૂફટોપથી ખેતીમાં સિંચાઈ, કેનાલ રૂફટોપથી ઊર્જા ઉપ્તાદન, અન્ય અસ્કયામતો ઉપર પવન-સૂર્ય ઊર્જાથી ક્લિન-ગ્રીન ઊર્જા ઉત્પાદન કરીને આ ક્ષેત્રે આત્મનિર્ભરતા તેમજ આર્થિક ઉપાર્જનથી રાજ્યમાં થયેલી સુખદ ઊર્જાક્રાંતિને પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત, કચ્છના સફેદ રણ, પારંપરિક રહેઠાણ ભૂંગા, કચ્છી પરિવેશમાં સજ્જ રણના વાહન ઊંટને દોરી જતી ગ્રામીણ કચ્છી મહિલા સહિતના ઘણા આકર્ષણો વિન્ડફાર્મ અને સોલાર પેનલ્સ સાથે આ ઝાંખીમાં રજૂ કરવામાં આવ્યા છે.

આ ઝાંખી મારફતે બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતોથી ઉજ્જવળ અને આર્થિક રીતે અગ્રેસર ગુજરાતે Net Zero Emission તથા Affordable and Clean Energy ના ઉપયોગ વડે વિશ્વનું માર્ગદર્શક બની રહે તેવો અસરકારક સંદેશ આપવામાં આવ્યો છે.

કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃ પ્રાપ્ય-હરિત અને શુદ્ધઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા સુંદર પ્રયાસ

ઝાંખીના મુખ્ય આકર્ષણનું કેન્દ્રો :

  • કચ્છમાં આકાર લઇ રહેલા વિશ્વનો સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક
  • દેશનું સૌ પ્રથમ 24×7 સોલાર ઊર્જા મેળવતું મોઢેરા ગામ
  •  PM-KUSUM યોજના થકી ખેડૂતોની ખુશહાલી અને કેનાલ રુફટોપથી થતા સૌરઊર્જાનું ઉત્પાદન

આ પણ વાંચો :  નવસારીના દાંડીમાં યાયાવર પક્ષીઓની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો, વિદેશી પક્ષીઓ ઓછા થતા પક્ષી પ્રેમીઓ નિરાશ

Published On - 6:23 pm, Sun, 22 January 23

Next Article