Gandhinagar : ચાઈનીઝ દોરી બની ‘મોત’ ની દોરી, કલોલમાં વધુ એક યુવાનનો લેવાયો ભોગ

|

Jan 15, 2023 | 1:53 PM

છત્રાલ ગામના અશ્વિન ગઢવી નામના યુવકનું મોત ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા મોત થયુ છે. અનેક પ્રતિબંધો છતા ચાઈનીઝ દોરીનું ખુલ્લેઆમ વેચાણને કારણે વધુ એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

Gandhinagar : ચાઈનીઝ દોરી બની મોત ની દોરી, કલોલમાં વધુ એક યુવાનનો લેવાયો ભોગ
Razor sharp Chinese kite string claimed life of a youth in Kalol

Follow us on

ઉત્તરાયણના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ પરંતુ બીજી તરફ ઘાતક દોરીએ અનેક લોકોની જીંદગી છીનવી. આજે કલોલમાં ચાઈનીઝ દોરીએ વધુ એક યુવાનનો ભોગ લીધો. છત્રાલ ગામના અશ્વિન ગઢવી નામના યુવકનું મોત ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા મોત થયુ છે. જો ઘટનાની વિગતે વાત કરીએ તો કલોલના અંબિકા બ્રિજ ઉપર યુવક બાઈક લઈને જતો હતો, તે દરમિયાન ગળાના ભાગે ચાઈનીઝ દોરી વાગી અને તેનુ મોત નિપજ્યુ. અનેક પ્રતિબંધો છતા ચાઈનીઝ દોરીનું ખુલ્લેઆમ વેચાણને કારણે વધુ એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

મકરસંક્રાતિનો પર્વ અનેક લોકો માટે દુ:ખનો દહાડો બન્યો

તો આ તરફ મકરસંક્રાતિનો પર્વ અનેક લોકો માટે દુ:ખનો દહાડો બન્યો હતો. પતંગની ઘાતકી દોરીથી અનેક લોકો ગંભીર રીતે ઘવાયા હતા. મહિસાગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલ સહિત અનેક જિલ્લાઓમાં દુર્ઘટના સર્જાઈ હતી. રાજકોટમાં પતંગ ચગાવતી વખતે અગાસી પરથી આધેડ પટકાયા હતા. અરવલ્લીમાં ધનસુરા-માલપુર રોડ પર પતંગની દોરી ગળામાં ફસાઈ જતા પરિવારને અકસ્માત નડયો હતો. આ તરફ સાબરકાંઠાના ઈડરમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું હતુ, બીજી તરફ પંચમહાલમાં રેણા પાસે ચાઈનીઝ દોરીથી યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

Published On - 1:37 pm, Sun, 15 January 23

Next Article