રાજકોટ પોલીસ તોડકાંડ કેસ મામલે ગૃહમંત્રીને આજે રિપોર્ટ સોંપાશે, રીપોર્ટ આધારે કાર્યવાહી કરાશે : હર્ષ સંઘવી

|

Feb 28, 2022 | 11:00 PM

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તોડકાંડ મામલે ઘેરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ તપાસ અંગે 200 પાનાનો રિપોર્ટ આજે ગૃહ વિભાગને સોંપવામાં આવશે.

રાજકોટ પોલીસ તોડકાંડ કેસ મામલે ગૃહમંત્રીને આજે રિપોર્ટ સોંપાશે, રીપોર્ટ આધારે કાર્યવાહી કરાશે : હર્ષ સંઘવી
રાજકોટ પોલીસ તોડકાંડ કેસ મામલે ગૃહમંત્રીને આજે રિપોર્ટ સોંપાશે (ફાઇલ)

Follow us on

રાજકોટ (RAJKOT) પોલીસ કમિશનર (Commissioner of Police)દ્વારા તોડકાંડ મામલે ઘેરાયા બાદ રાજ્ય સરકાર (State Government)દ્વારા તાત્કાલીક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. IPS વિકાસ સહાયની અધ્યક્ષતામાં બનેલી આ કમિટીએ તપાસ અંગે 200 પાનાનો રિપોર્ટ આજે ગૃહ વિભાગને (Home Department)સોંપવામાં આવશે. આ રીપોર્ટના આધારે કાર્યવાહી કરાશે તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi)જણાવ્યું છે. રાજ્ય પોલીસ વડા આજે ગૃહ મંત્રીને રીપોર્ટ સોંપશે. આઈપીએસ વિકાસ સહાયની તપાસ બાદ ડીજીપી આશિષ ભાટિયાને તપાસ રીપોર્ટ સોંપાયો છે.

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તોડકાંડ મામલે ઘેરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. IPS વિકાસ સહાયની અધ્યક્ષતામાં બનેલી આ કમિટીએ તપાસના અંગે 200 પાનાનો રિપોર્ટ ગૃહ વિભાગને આજે સાંજે સોંપવામાં આવશે.

તો બીજી તરફ રાજકોટના બહુચર્ચિત પોલીસ કમિશનકાંડ મામલે આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી છે. નોંધનીય છેકે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી કરવામાં આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, તોડકાંડ મામલે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની 10 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સ્થિત પોલીસ કરઈ એકેડમી ખાતે પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં મનોજ અગ્રવાલ પર 75 લાખ રૂપિયાની કટકી માટે વિકાસ સહાય દ્વારા પૂછપરછ કરાઈ હતી.

નોંધનીય છેકે, ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ અને સ્થાનિક બિલ્ડરોએ જ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપર રૂપિયા 75 લાખની કટકી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે ગોવિદ પટેલે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તપાસ કમિટી રચીને તપાસ હાથ ધરાઈ હતી. આ સમય દરમિયાન ગાંધીનગર સીઆઈડીની ટીમે પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ધામા નાંખીને તપાસ હાથ ધરી હતી.

હવે વિકાસ સહાયે તપાસના અંતે 200થી વધુ પાનાનો લેખિત રિપોર્ટ તૈયાર કરીને રાજ્યના ગૃહ વિભાગને સોંપવાની તૈયારીઓ થઇ રહી છે. હવે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર શું એક્શન લેવાય છે? તેના પર સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચો : Junagadh: શિવરાત્રિના મેળાના ચોથા દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા, મુખ્યમંત્રીએ પણ હાજરી આપી

આ પણ વાંચો : અમદાવાદ : NHL મેડિકલ કોલેજમાં રેગીંગના આક્ષેપ, સિગારેટ લાવી આપવાની મનાઈ કરતા રેગીંગ કરાયું

Published On - 6:34 pm, Mon, 28 February 22

Next Article