વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જૂલાઈએ ગાંધીનગરમાં સેમિકોન ઈન્ડિયા 2023નું કરશે ઉદ્દઘાટન, 6 દિવસ સુધી યોજાશે પ્રદર્શન

|

Jul 25, 2023 | 3:48 PM

Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જૂલાઈના રોજ ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડિયા 2023ના કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે. રાષ્ટ્રીય સ્તરના આ કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર્સને લગતી અત્યાધુનિક ટેકનોલોજી વિશે 6 દિવસ પ્રદર્શન યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જૂલાઈએ ગાંધીનગરમાં સેમિકોન ઈન્ડિયા 2023નું કરશે ઉદ્દઘાટન, 6 દિવસ સુધી યોજાશે પ્રદર્શન

Follow us on

Gandhinagar: સેમીકન્ડક્ટર ક્ષેત્રને વેગ આપવાના ઉદ્દેશથી, ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 28 જુલાઈ 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ 30 જુલાઈ સુધી ચાલશે.

આ કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલા,  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિશેષ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેને 25 જુલાઈથી જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ એક્ઝિબિશનમાં સેમીકન્ડક્ટરની ઉત્પાદન પ્રક્રિયા અને આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે. આ એક્ઝિબિશન પણ 30 જુલાઇ સુધી કાર્યરત રહેશે.
એક્ઝિબિશનની મુલાકાતે આવનારા લોકોને સેમીકન્ડક્ટર ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક તકનીકો અને નવીનીકરણ અંગે વિસ્તૃત જાણકારી મળશે. એન્જીનિયરીંગ, ડિપ્લોમાં અને અન્ય વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ માટે એક્ઝિબિશનમાં સેમીકન્ડક્ટર ઉત્પાદન વિષે જાણવા મળશે તથા આ ક્ષેત્રે કારકિર્દી ઉપયોગી વિશેષ જાણકારી મેળવવાની ઉત્તમ તક મળશે.
આ કાર્યક્રમમાં ભારત સરકાર તરફથી, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, રેલવે અને કમ્યુનિકેશન મંત્રી અશ્વિની વૈષ્ણવ, વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી તથા સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેન્યોરશીપ મંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહેશે. ઉપરાંત, અગ્રણી સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના વડાઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે.

સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતમાં રોકાણની તકો અંગે પ્રેઝેન્ટેશન યોજાશે

ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભારતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝેન્ટેશન કરવામાં આવશે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ચર્ચા પણ કરવામાં આવશે. આ એક રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ છે, જેમાં ભાગ લેવાથી સેમીકન્ડક્ટર ઉદ્યોગને નેટવર્કિંગ, ટેક્નોલોજી પ્રદર્શન અને વેપાર માટેની તકોનો લાભ મળશે. સેમિકોન ઇન્ડિયા ભારત અને ગુજરાતમાં સેમી કન્ડક્ટર ઉદ્યોગમાં નવીનીકરણ, સહભાગિતા અને વિકાસ માટે એક મહત્વની ઇવેન્ટ સાબિત થશે.

લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો
Kidney Stone : ઘોડો દૂર કરશે તમારા શરીરની પથરી, જાણીને ચોંકી જશો આ ટ્રીક
Dry Coconut benefits : શિયાળામાં સૂકું નાળિયેર ખાવાના ફાયદા, હિમોગ્લોબિન વધશે ફટાફટ

આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં વિશ્વભરના સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્રના અનુભવ ધરાવતા નિષ્ણાતો ભારતમાં આ ક્ષેત્રમાં નવી તકોને લઇને પોતાનો અનુભવ અને મંતવ્યો રજૂ કરશે. આ કાર્યક્રમમાં ફોક્સકોન, માઇક્રોન, એએમડી, આઇબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમી કન્ડક્ટર્સ, એસટી માઇક્રોઇલેક્ટ્રોનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નોલોજીસ, ઇન્ફીનિયોન ટેક્નોલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓ ભાગ લેશે.

સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સ્થાનિક સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકાર દ્વારા સેમીકન્ડક્ટર પોલિસી (2022-2027) જાહેર કરવામાં આવી છે. સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને બળ આપવા સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ ઉપરાંત રાજ્ય સરકારે ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ડિઝાઈન ક્ષેત્ર માટે IT/ITes પોલિસી જાહેર કરી છે.

આ પણ વાંચો : Breaking News : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે જેગુઆર કંપનીનો રિપોર્ટ આવ્યો, જાણો શું થયા ખુલાસા

સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી સાથે ગુજરાત સરકારે ₹ 22,500 કરોડના ATMP પ્રોજેક્ટની સ્થાપના માટે એમઓયુ સાઇન કર્યા

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન, અમેરિકન પ્રમુખ જો બાઇડેને માઇક્રોન ટેક્નોલોજી કંપની દ્વારા ભારતમાં સેમીકંડક્ટર એસેમ્બલી, ટેસ્ટ, માર્કીંગ અને પેકેજિંગ (ATMP) ફેસેલિટી સ્થાપવાની જાહેરાત કરી હતી. વિશ્વભરમાં સેમીકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર અને મોટી કંપનીઓમાંની એક એવી સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી અને ગુજરાત સરકાર વચ્ચે ₹22,500 કરોડ કરતાં વધુના પ્રોજેક્ટ માટે એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા. આ રોકાણ દ્વારા ATMP ફેસેલીટી શરૂ કરવા ગુજરાતના સાણંદની પસંદગી કરવામાં આવી છે.

ગાંધીનગર સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:48 pm, Tue, 25 July 23

Next Article