ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈને કરી આ આગાહી

|

Sep 11, 2022 | 5:01 PM

ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે

ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈને કરી આ આગાહી
Gujarat Monsoon Alert

Follow us on

ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત થન્ડરસ્ટોમ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. તેમજ આજે રાજકોટ અને મોરબીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં તેમજ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે 12 સપ્ટેમ્બરે સુરત નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી તેમ જ વડોદરા ભરૂચ નવસારી તાપી વલસાડ પોરબંદર જુનાગઢ અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 13 સપ્ટેમ્બરે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી ત્યારે અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ અમરેલીમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી કરી છે.

યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ
Fruits Wrapped In Paper: ફળોને કાગળમાં લપેટીને કેમ રાખવામાં આવે છે? જાણો સાચું કારણ
Jioનો જબરદસ્ત પ્લાન ! મળી રહી 98 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી
7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો
Health Tips : બ્રોકલી ખાવાના છે અઢળક ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-01-2025

આ ઉપરાંત હવામાન વિભાગે 14 સપ્ટેમ્બરે સુરત નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી જ્યારે અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ નર્મદા તાપી ડાંગ બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 15 સપ્ટેમ્બરે તાપી ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી જ્યારે વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત અને નવસારીમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી કરી છે.

Published On - 4:27 pm, Sun, 11 September 22

Next Article