પીએમ મોદીના ગુજરાત પ્રવાસમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી દેખાઈ, રાજ્યના મંત્રીઓ સાથે બેઠક કરી ગુજરાતની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરાયો

|

Apr 19, 2022 | 8:22 AM

પીએમ મોદીએ ગાંધીનગરમાં 5-6 મંત્રીઓ સાથે મુલાકાત કરીને સરકારની કામગીરી જાણી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત તેમણે જે તે મંત્રીઓના કામકાજ અને રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

વિધાનસભા ચૂંટણી (Assembly elections 2022) પહેલા ભાજપે (BJP) વધુ મત મેળવવા માટેની રણનીતિ બનાવવાનું શરુ કરી દીધુ છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi) એ હવે તેમના ગુજરાત (Gujarat) પ્રવાસ પણ વધારી દીધા છે. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચાઓ કરી રહ્યા છે. ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18 ફેબ્રુઆરીએ રાજયસરકારના મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી.

ગાંધીનગર ખાતે મેહસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પીએમ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોનું માનીએ તો 5-6 મંત્રીઓએ પ્રધાનમંત્રી પાસે સમય માંગ્યો હતો. પીએમ મોદીએ આ તમામ મંત્રીઓ સાથે મુલાકાત કરીને સરકારની કામગીરી જાણી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત તેમણે જે તે મંત્રીઓના કામકાજ અને રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. જેના પગલે વડાપ્રધાન મોદીએ તેનું તમામ ફોકસ ગુજરાત તરફ કરી દીધું હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ વારંવાર રૂબરુ અથવા વર્ચ્યુઅલ રીતે ગુજરાતની જનતાની વચ્ચે આવી રહ્યા છે અને આ રીતે તેઓ ધીમે ધીમે લોકોમાં ભાજપ તરફી જુવાળ ઊભો કરવાની કોશિશ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીની બનાસકાંઠાની મુલાકાત પહેલાં ત્રણ લેયરમાં સુરક્ષા ગોઠવાઈ, 5000 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ ખડેપગે

આ પણ વાંચોઃ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ વધુ 300 જેટલી બેઠકો ઉપર પ્રવેશ અપાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video