ગાંધીનગર પોલીસે શરૂ કરી શિવાંશના પિતા અને સચિનની પત્નીની પૂછપરછ, ગ્રીન સીટીના મકાનમાં સર્ચ

|

Oct 10, 2021 | 8:11 AM

ગાંધીનગર પોલીસની હાજરીમાં સેક્ટર 26 માં આવેલા ગ્રીન સીટીના મકાનમાં પંચનામું કરવામાં આવી રહ્યું છે. જેમાં આરોપી સચીન દીક્ષિતની પત્નીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગાંધીનગરના(Gandhinagar) પેથાપુરમાં શિવાંશ(Shivansh) નામના બાળકને તરછોડી દેવાનાના કેસમાં પોલીસે બાળકના પિતા સચિન દીક્ષિત અને તેની પત્નીની ધરપકડ કરી છે. તેમજ હાલ ગાંધીનગર પોલીસની હાજરીમાં સેક્ટર 26 માં આવેલા ગ્રીન સીટીના મકાનમાં પંચનામું કરવામાં આવી રહ્યું છે. જેમાં આરોપી સચીન દીક્ષિતની પત્નીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

જેમાં પોલીસની ટીમ પેથાપુર ગૌશાળા થી તમામ લોકેશનની હકીકત મેળવવા સચિન દીક્ષિતને સાથે રાખી પૂછપરછ કરી શકે છે. આ ઉપરાંત પતિ સચીન અને પત્નીને અલગ અલગ ટીમ દ્રારા ઉલટ તપાસ કરવામાં આવી રહી છે.તેમજ આ તરછોડાયેલું બાળક કોનું છે તે દિશામાં પુછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર (Gandhinagar) પેથાપુરમાં આવેલી ગૌશાળા નજીક એક માસૂમ બાળક ‘સ્મિત’ ને ત્યજી દેવામાં આવ્યો હતો. તેને ત્યજી દઇને ફરાર થઇ જનારા શખ્શની ગાંધીનાગર પોલીસે (Gandinagar Police) તપાસ હાથ ધરી હતી.

ગાંધીનગર પોલીસ ની ટીમ રાજસ્થાનના કોટા આરોપી પિતા સચિન ને ઝડપી લેવા માટે પહોંચી હતી. ગાંધીનગર પોલીસની ટીમ તેને ને તેની પત્નિને ઝડપી લઇને વહેલી સવારે સાડા પાંચ વાગ્યે ગાંધીનગર પહોંચી હતી. જ્યાં સચિનને એસઓજી ને સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમને એલસીબી ઓફીસ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

રાત્રીના સમયે અજાણ્યો શખ્શ માસૂમ બાળક સ્મિતને મુકીને ફરાર થઇ ગયો હતો. જેને લઇને તેને શોધી નિકાળવા માટેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેની તપાસને લઇને રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પણ બારીકાઇ થી નજર રાખી હતી.

આ દરમ્યાન ગાંધીનગર પોલીસે ઝડપ થી બાળકના પિતા અને તેની કડીઓને શોધી લીધી હતી. ત્યાર બાદ તેના આરોપી પિતા સચિન દિક્ષીત કે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. તેની શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચો : રાજકોટનો ભાદર -1 ડેમ બીજી વખત ઓવરફ્લો, પાંચ દરવાજા ખોલાયા

આ પણ વાંચો : સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ: જુનું સંસદ ભવન અસુરક્ષિત, નવા ભવનનું બાંધકામ સમયસર પૂર્ણ થશે- કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી

Published On - 7:59 am, Sun, 10 October 21

Next Video