વિધાનસભાની ચૂંટણી પહેલા PSI અને PIની બદલીના આદેશ, એક જ સ્થળે ત્રણ વર્ષથી વધુ સમય ફરજ બજાવનાર PSIની કરાશે બદલી

|

Aug 29, 2022 | 5:05 PM

Gandhinagar: વિધાનસભા ચૂંટણી પહેલા PSIની બદલીના આદેશ કરી દેવામાં આવ્યા છે. એક જ સ્થળે ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવનારા PSIની બદલી કરવામાં આવશે. આ સાથે ટૂંક સમયમાં IPS અધિકારીઓની પણ બદલીની જાહેરાત કરવામાં આવશે.

વિધાનસભાની ચૂંટણી પહેલા PSI અને PIની બદલીના આદેશ, એક જ સ્થળે ત્રણ વર્ષથી વધુ સમય ફરજ બજાવનાર PSIની કરાશે બદલી
File Photo

Follow us on

વિધાનસભા ચૂંટણી (Assembly Election) પહેલા PSIની બદલીના આદેશ કરી દેવામાં આવ્યા છે. એક જ સ્થળે ત્રણ વર્ષથી વધુ સમય ફરજ બજાવનાર PSIની બદલી કરવામા આવશે. ત્રણ વર્ષથી વધુ સમયથી શહેર કે જિલ્લામાં ફરજ બજાવનાર 22થી પણ વધુ પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી (Transfer) થશે. આગામી વિધાનસભા ચૂંટણીના અનુસંધાને આ બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે IPS અધિકારીઓની બદલીના આદેશ પણ કોઈપણ સમયે થઈ શકે છે. એટલે કે PSI, PI થી લઈને IPS અધિકારીઓની બદલી ટૂંક સમયમાં જ થઈ શકે છે.

વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે પોલીસ ખાતામાં મોટા ફેરફાર થશે અને તેમા પણ ત્રણ વર્ષથી વધુ એક જ સ્થળે ફરજ બજાવનાર PSI અને PIની પણ હવે બદલી કરવામાં આવશે. આ સાથે IPS અધિકારીઓની બદલી અંગે પણ ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે IPS અધિકારીઓની બદલી પણ હવે તૈયાર છે.

 ચૂંટણીપંચની ગાઈડલાઈનના આધારે પોલીસની બદલીની તૈયારીઓ

ગુજરાત પોલીસબેડામાં PSI થી માંડી IPS સુધી બદલીઓનો તખ્તો તૈયાર થઇ ગયો છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચની ગાઇડલાઇન આધારે બદલીઓની તૈયારીઓ ગૃહ વિભાગે કરી લીધી છે. જો કે, રોજ સવાર પડે અને બદલીઓની વાત આવે અને રાત પડે વાત બીજા દિવસ પર પાછી ઠેલાઇ જાય છે. જો કે, હવે સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે, એક જ જિલ્લામાં કે જગ્યા પર ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજવતા PSIથી માંડીને IPS સુધીના અધિકારીઓની બદલી હવે ગમે તે ઘડીએ આવી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

એક જ સ્થળે ત્રણ વર્ષ કે વધુ સમયથી ફરજ બજાવતા PSIની શહેર કે જિલ્લા બહાર બદલી થશે

સૂત્રોનું કહેવું છે કે, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ એક પરિપત્ર કરી ચૂંટણી પંચની માર્ગદર્શીકા હેઠળ એક જ પોલીસ સ્ટેશન કે વિધાનસભા વિસ્તારમાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બદલી કરવા પરીપત્ર કર્યો છે. સૂત્રોનું કહેવું છે કે ફરજનો સમય અને મૂળ વતન એક જ જિલ્લામાં હોય તેવા પોલીસ સબ ઈન્સ્પેક્ટરની શહેર કે જિલ્લા બહાર બદલીઓ થશે.

ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ DySP ની બદલીનો પણ તખ્તો તૈયાર

DySP અને તેમની ઉપરના અધિકારીઓ એટલે કે, IPSની બદલીઓ રાજ્ય સરકાર કરતી હોય છે. તેમની બદલીઓનો તખ્તો પણ ચૂંટણી પંચની ગાઇડલાઇન આધારે તૈયાર થઈ ગયો છે. ગમે તે ઘડીએ બદલીઓ આવે તેવી શક્યતા છે. જો કે, થોડા દિવસ અગાઉ આવેલી DySP કક્ષાના અધિકારીઓની બદલીઓ સંપૂર્ણ બદલીઓ નહોતી. હજુ રાજ્યમાં અનેક DySP એવા છે કે, જે ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ છે. DySPની બદલીઓને લાંબો સમય વીતી જતા પોલીસ બેડામાં હળવી મજાક પણ થઈ રહી છે કે, સરકાર DySPને બદલવાનું ભુલી ગઇ છે.

બદલીઓની આ મોસમમાં અમદાવાદ શહેર પોલીસમાં પણ ધરખમ ફેરફાર થશે. PSI ઉપરાંત 22થી વધુ પી.આઈ એવા છે કે, જેમને એક જ જગ્યાએ ત્રણ વર્ષ થઈ ગયા છે અથવા જેમનુ મુળ વતન અમદાવાદ જિલ્લો હોય. માટે ચૂંટણી પંચની ગાઈડ લાઇનને અનુસરવા શહેર પોલીસમાં હાલ ફરજ બજાવતા 22થી વધુ PIની પણ બદલીઓ આવી શકે છે. ચર્ચા છે કે, આ પૈકી કેટલાક PIને બ્રાન્ચમાં પણ ગોઠવી દેવામાં આવશે.

Published On - 5:16 pm, Sat, 27 August 22

Next Article