ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે IPS અને DYSP ના બદલીના આદેશ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022)  પૂર્વે ગૃહ વિભાગે 23 આઇપીએસ(IPS) અને 82 ડીવાયએસપીના(DYSP)  બદલીના(Transfer) આદેશ કર્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે IPS અને DYSP ના બદલીના આદેશ
Gujarat Police
| Edited By: | Updated on: Sep 17, 2022 | 11:56 PM

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)  પૂર્વે ગૃહ વિભાગે 23 આઇપીએસ(IPS) અને 82 ડીવાયએસપીના (DYSP)   બદલીના (Transfer)  આદેશ કર્યા છે. જેમાં શનિવારની રાત્રે કુલ 82 DySPની બદલી કરાઇ છે. જ્યારે રાજ્યના 23 આઇપીએસ અધિકારીના બદલીના પણ આદેશ કરવામાં આવ્યા છે. જેમાં આજે આઇપીએસ ADGP આર.બી.બ્રહ્મભટ્ટની CID ક્રાઈમમાં બદલી, M.D જાનીને સાબરકાંઠામાં મુકાયા છે, શફિન હસન અમદાવાદ DCP ટ્રાફિકમાં બદલી કરાઈ છે.સાગર બાગમારી સુરત ઝોન-4માં બદલી અને એસ.વી. પરમાર રાજકોટ સીટી ઝોન-1માં બદલી કરાઇ છે.  ઉષા રાડા ડે.પોલિસ કમિશનર ઝોન-3 સુરતમાં બદલી કરાઇ છે. અજીત રાજીયાનની સાઈબર ક્રાઈમ અમદાવાદ ખાતે બદલી કરાઇ છે.

જ્યારે આઇપીએસ પ્રવીણ કુમારને રાજકોટથી આણંદ ખાતે એસપી તરીકે નિમણૂક આપવામાં આવી છે. બી આર પટેલને સુરત ડીસીપી થી સુરતમાં જ ઝોન 6માં મૂકવામાં આવ્યા છે.ભાવનગરના એએસપી સફિન હસનને ડીસીપી ટ્રાફિક તરીકે અમદાવાદ મુકવામાં આવ્યા છે. વિજયસિંહ ગુર્જર ને બઢતી સાથે કમાન્ડંડ તરીકે એસઆરપી ગ્રુપ 14 વલસાડ ખાતે મુકવામાં આવ્યા છે.

Published On - 11:54 pm, Sat, 17 September 22