GANDHINAGAR : ઉર્જા વિભાગના કથિત ભરતી કૌભાંડ મુદ્દે મોટા સમાચાર, મુખ્યપ્રધાને આપ્યા તપાસના આદેશ

Recruitment Scam : રાજ્યના ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ થયાના આક્ષેપો કરવામાં આવ્યાં છે.

GANDHINAGAR : ઉર્જા વિભાગના કથિત ભરતી કૌભાંડ મુદ્દે મોટા સમાચાર, મુખ્યપ્રધાને આપ્યા તપાસના આદેશ
Gujarat CM Bhupendra patel (File Photo)
| Edited By: | Updated on: Jan 04, 2022 | 4:31 PM

GANDHINAGAR : રાજ્યના ઉર્જા વિભાગમાં કથિત ભરતી કૌભાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આ કથિત ભરતી કૌભાંડ અંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સંજ્ઞાન લઈને તપાસના આદેશ આપ્યા છે. જો કે સમાચાર એ પણ મળી રહ્યાં છે કે હજી 2 દિવસ સુધી આ પરીક્ષા યથાવત રાખવામાં આવશે અને સાથે સાથે આક્ષેપો પર પણ તપાસ થશે.

ઉલ્લેખનીય છે કે આજે જ આમ આદમી પાર્ટીના નેતા તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાના સૌથી પહેલા આક્ષેપો કરનાર યુવરાજસિંહ જાડેજાએ રાજ્યના ઉર્જા વિભાગમાં ભરતીના કથિત કૌભાંડના આક્ષેપો લગાવ્યા છે.

યુવરાજ સિંહે ઊર્જા વિભાગ દ્વારા લેવાતી ભરતી પરીક્ષામાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે. તો યુવરાજ સિંહના આરોપ અનુસાર અત્યારે પણ ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ ચાલી રહ્યું છે. તો યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને UGVCL, DGVCL, GETCOની ભરતીમાં મોટાપાયે કૌભાંડ થયાનું જણાવવામાં આવ્યું છે.

યુવરાજસિંહના આક્ષેપ મૂજબઊર્જા વિભાગની ભરતીના કૌભાંડના તાર પણ ઉત્તર ગુજરાત સાથે જોડાયેલા છે. આ કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી, બાયડ છે એવું તેમનું કહેવું છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં કૌભાંડ થતું હોવાના યુવરાજ સિંહના આક્ષેપ છે. અહીં એક જ ગામના 18 વિદ્યાર્થીઓની કેવી રીતે ભરતી થઇ? એ ખુબ મોટો પ્રશ્ન ઉઠ્યો છે. યુવરાજ સિંહના આરોપ પ્રમાણે બાયડ ચોઈલા ગામલોકો એમાં વધુ જોડાયેલા છે. પાટીદાર, ચૌધરી અને પ્રજાપતિ સમુદાયના લોકો વધુ જોડાયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઉર્જા વિભાગના આ કથિત ભરતી કૌભાંડમાં યુવરાજસિંહે કેટલાક નામો પણ જાહેર કર્યા હતા. યુવરાજ સિંહનું કહેવું છે કે બાયડમાં ટ્યુશન ચલાવતો અવધેશ પટેલ કૌભાંડ ચલાવે છે. તો ધવલ પટેલ, કુશાંગ પટેલ, હિતેશ પટેલ, બાબુ પટેલ, જિગીશા પટેલે ભરતીનો લાભ લીધો હોવાનો આક્ષેપ છે. જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લેવાનો આક્ષેપ છે.

અવધેશ પટેલ સાથે અરવિંદ પટેલનું પણ નામ સામે આવ્યું હતું. પોલીસે આ મામલે અરવિંદ પટેલની પૂછપરછ કરી હતી. જો કે અરવિંદ પટેલે પોતાના પર લાગેલા તમામ આરોપો નકારી કાઢ્યા હતા.

આ પણ વાંચો : વડાપ્રધાન આવશે ગુજરાત? 12 જિલ્લામાં પ્રવાસનું ભાજપનું આયોજન

Published On - 3:22 pm, Tue, 4 January 22