ગુજરાતમાં હજી બે દિવસ વરસાદનું જોર રહેશે યથાવત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં બે દિવસ અતિભારે વરસાદની આગાહી

|

Jul 15, 2022 | 7:52 AM

ગુજરાતમાં હજી એક દિવસ ભારે વરસાદનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

ગુજરાતમાં હજી બે દિવસ વરસાદનું જોર રહેશે યથાવત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં બે દિવસ અતિભારે વરસાદની આગાહી

Follow us on

ગુજરાતમાં હજી એક દિવસ ભારે વરસાદનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિદ્વારકામાં અતિભારે વરસાદ પડશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. ગુજરાતના દરિયાાકાંઠે આગામી 24 કલાકમાં લો પ્રેશર સિસ્ટમ થશે. જેનાથી આગામી સમયમાં ગુજરાતમાં વધુ વરસાદ આવે તેવી શક્યતા છે. માછીમારો અને બંદરો માટે પણ ચેતવણી આપવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં વરસાદનું જોર યથાવત

વલસાડ (Valsad) માં વરસી રહેલા અનરાધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ હતું. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. તો જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘો કહેર બનીને વરસ્યો છે. કોસંબામાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે તો ધરમપુરમાં રીતસર આભ ફાટ્યુ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જિલ્લાની ઔરંગા અને વાકી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. પૂરની સ્થિતિ વચ્ચે પ્રધાન જીતુ ચૌધરીએ કંટ્રોલરૂમની મુલાકાત લીધી અને કામગીરીની સમીક્ષા કરી. જોકે સંકટના સમયે NDRFની ટીમ જીવના જોખમે કામગીરી કરી રહી છે અને પૂરગ્રસ્તો માટે દેવદૂત સાબિત થઇ રહી છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી સતત પડી રહેલા વરસાદ અને હજુ આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહીના પગલે સરકાર સતત એલર્ટ મોડમાં છે. જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના વરસાદી વિસ્તારોની સ્થિતિનું સતત મોનીટરીંગ કરી રહ્યા છે. જેમાં આજે ખાસ કરીને નવસારી જિલ્લામાં ઉભી થયેલી વિકટ સ્થિતિનો ક્યાસ મેળવવા તેઓ ગુરુવારે રાત્રે સ્ટેટ કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા. તેમણે નવસારી અને વલસાડ ના કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ થી વાતચિત કરી જાણકારી મેળવી હતી. જેમાં ખાસ કરીને લોકોને સલામત સ્થળે ખસેડવા,માર્ગો ખુલ્લા કરવા એન ડી આર એફ ની વધુ મદદ હાઇવે ની સ્થિતિ જેવી બાબતે તેમણે વિસ્તૃત વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમની સાથે મુખ્ય સચિવ પંકજ કુમાર અને અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

Next Article