OMG : ગાંધીનગરના ચિલોડામાં ભેંસોએ દારુની 101 બોટલની કરી પાર્ટી, માલિકને કર્યો જેલ હવાલે જાણો કેમ ?

|

Jul 07, 2021 | 12:58 PM

ગાંધીનગર (Gandhinagar)માં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જ્યાં ભેંસો (Buffalo)ની દારુ પાર્ટી (Liquor party)કરતા માલિકને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો.

OMG : ગાંધીનગરના ચિલોડામાં ભેંસોએ દારુની 101 બોટલની કરી પાર્ટી, માલિકને કર્યો જેલ હવાલે જાણો કેમ ?
OMG : ગાંધીનગરના ચિલોડામાં ભેંસોએ 101 દારુની બોટલ લઈ પાર્ટી, માલિકને કર્યો જેલ હવાલે

Follow us on

Gandhinagar : ગુજરાતમાં ખાલી કહેવાતી દારુ બંધી છે તે વાતના પુરાવા આજે સામે આવ્યા છે કે, માણસ જ નહિ હવે ગુજરાતમાં ભેંસો (Buffalo) પણ દારુની પાર્ટી માણી રહી છે. પોલીસે (police) ભેંસોના તબેલાના માલિક સહિત અન્ય સામે દારુબંધીનું ઉલ્લંધન કરવાની ફરિયાદ નોંધી છે.

ગાંધીનગર (Gandhinagar)માં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જ્યાં ભેંસો (Buffalo)ની દારુ પાર્ટી (Liquor party)કરતા માલિકને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. પોલીસે (police) માલિકના તબેલામાંથી દારુની બોટલો ઝુપ્ત કરી છે. માલિકે દારુની 101 બોટલોને પાણીના કુંડમાં છુપાવીને રાખી હતી.

સામાન્ય રીતે આપણે લોકોને દારુની પાર્ટી (Liquor party) માણતા જોયા હશે પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, ભેંસો (Buffalo)પાણીના નશામાં ધુત થઈ હતી. ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાં તબેલાના માલિકે તેમની 2 ભેંસ અને એક વાછરડું બિમાર હોવાથી ગામના એક પશુ ડોક્ટર (Veterinarian)ને  જણાવ્યું હતુ કે, તેમના પશુઓએ જમવાનું બંધ કર્યું છે, તેમનો વ્યવ્હાર પણ સામાન્ય રહ્યો નથી.

બેકાબુ થઈ ભેંસ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ભેંસો (Buffalo)અનિયંત્રિત થઈ કુદવા લાગી હતી. આ જોઈ તબેલાના માલિકે પશુ ડોક્ટરને જાણ કરી હતી. ડોક્ટરે ભેંસની તપાસ કરી તેમજ તબેલાની મુલાકાત લીધી હતી. તબેલાની તપાસ દરમિયાન ડોક્ટરની નજર પાણીના કુંડમાં પડી હતી, આ કુંડમાંથી દુર્ગંધ આવતા તેમજ પાણી પીળા રંગનું હોવાથી ડોક્ટરે માલિકને કહ્યું કે, કુંડનું પાણી પીળું કેમ છે. તે દરમિયાન તબેલાના માલિકે ડોક્ટરને કહ્યું કે, વૃક્ષના ઝાડી-ઝાંખરા પાણીમાં પડવાથી પાણી પીળા રંગનું થયું છે
35000 કીમતનો દારુ જપ્ત
ડોક્ટરએ  તબેલાથી પરત ફરી એલસીબી ટીમને આ સમગ્ર માહિતીની જાણ કરી હતી. પોલીસ તબેલાની મુલાકાત લીધી હતી. જ્યાં તબેલાના કુંડમાંથી દારુની તુટેલી બોટલોની સાથે વ્હિસ્કી, વોડકા સહિત અન્ય 101 બોટલ મળી આવી હતી. પોલીસે જણાવ્યું કે, જાનવરોએ તુટેલી બોટલમાંથી નીકળેલું પાણી પીધું હતુ. જેના કારણે તેમની તબિયત લથડી હતી.
ચિલોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.જી.પરમારે સમગ્ર મામલાની તપાસ શરુ કરી છે. પોલીસે જણાવ્યું કે, પાણીના કંટેનરની સાથે-સાથે ધાસના ચારા નીચે દારુની બોટલો રાખવામાં આવી હતી. પોલીસે તબેલાના માલિક સહિત અન્ય સામે દારુબંધીનું ઉલ્લંધન કરવાની ફરિયાદ નોંધી છે.
Next Article