Gujarat માં સીએમ પદના નામની ચર્ચા અંગે સી.આર.પાટીલનું મોટું નિવેદન

|

Sep 11, 2021 | 8:55 PM

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ખુદ સ્પષ્ટતા કરી છે કે હું મુખ્ય પ્રધાનની રેસમાં નથી. તેમજ જે નવા સીએમ બનશે તેની સાથે મિશન 182 પાર પાડીશું

ગુજરાતમાં સીએમ રૂપાણીના રાજીનામા બાદ નવા સીએમ તરીકે અનેક નામોની અટકળો ચાલી રહી છે. જેમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલનું નામ પણ ચર્ચામાં છે. જો કે આ અટકળો પર પૂર્ણ વિરામ મુકતા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ખુદ સ્પષ્ટતા કરી છે કે હું મુખ્ય પ્રધાનની રેસમાં નથી. તેમજ જે નવા સીએમ બનશે તેની સાથે મિશન 182 પાર પાડીશું

આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપે પણ સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે ધારાસભ્ય દળની બેઠકમાં ગુજરાતના નવા CMની જાહેરાત થશે.જોકે ધારાસભ્ય દળની બેઠક ક્યારે યોજાશે તેની સ્પષ્ટતા નથી કરવામાં આવી. જેમાં પ્રદેશ ભાજપે જાહેરાત કરી છે કે આવતીકાલે તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજાશે.

જેમાં કેન્દ્રીય નિરીક્ષકોની ટીમ પણ હાજર રહેશે. આ ધારાસભ્ય દળની બેઠક અંગે કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ નિર્ણય લેશે અને આ બેઠકમાં ગુજરાતના નવા CMના નામની જાહેરાત કરાશે.

ગુજરાતના સીએમ પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે આ અંગે વિજય રૂપાણીએ પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેવી ચર્ચા તેજ બની છે. હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર છે. હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે, તેને લઈને સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, મોવડી મંડળ નક્કી કરશે.

આ પણ વાંચો :Gujaratમાં સીએમ રૂપાણીની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી, તેમનો ભોગ લેવાયો : પરેશ ધાનાણી

આ પણ વાંચો :મુખ્યપ્રધાન તરીકે સતત 5 વર્ષ પૂર્ણ કરનાર વિજય રૂપાણી ગુજરાતના ચોથા CM

Next Video