GANDHINAGAR : રાજ્યમાં કોરોના વાયરસનાં કેસ સતત ઘટી રહ્યા છે ત્યારે રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યું અંગે સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ ફરીથી લંબાવવામાં આવ્યું છે, રાજ્યનાં આઠ મોટા શહેરો એટલે મહાનગરપાલિકાઓમાં આ રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે.
રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ ફરી એક વાર લંબાવવામાં આવ્યો છે. રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જુનાગઢમાં આગામી 10 નવેમ્બર સુધી રાત્રિ કર્ફ્યું લંબાવવામાં આવ્યો છે.આ 8 મહાનગરોમાં રાત્રે 12થી સવારે 6 સુધી રાત્રિ કર્ફ્યું રહેશે.
રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત 25મી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ હતી. ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાનાં આયોજનો માટે નવી ગાઈડલાઈન્સ સાથે મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. રાજ્યના ગૃહ વિભાગે અગાઉ 26 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવ્યો હતો. આ અંગે ગૃહ વિભાગના જાહેરનામા પ્રમાણે 10 ઓક્ટોબર સુધી રાજ્યનાં આઠ શહેરમાં રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યો હતો.
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. હવે ફરી એક વાર કર્ફ્યું લંબાવવામાં આવતા રાજ્યનાં 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં આગામી 10 નવેમ્બર સુધી રાત્રિ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે.
Published On - 7:20 pm, Fri, 8 October 21