ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપ્યું આ મોટું નિવેદન

|

Nov 02, 2021 | 5:48 PM

પોલીસ કર્મીઓના ગ્રેડપે મુદ્દે કહ્યું કે- આંદોલન દરમિયાન તમામ લોકોને સાંભળવામાં આવ્યા છે.. જે બાદ કમિટી બનાવવામાં આવી છે. તેમજ જિલ્લાવાર બેઠકો પણ કરવામાં આવી રહી છે

ગુજરાતમાં(Gujarat)પોલીસ ગ્રેડ પે(Police Grade Pay)વધારવાના મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન સારા સંકેત આપ્યા છે.. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ(Harsh Sanghvi)આજે પત્રકારો સાથેની વાતચીતમાં વિવિધ મુદ્દાઓ પર સરકારની કાર્યવાહીની માહિતી આપી.તેમણે પોલીસ કર્મીઓના ગ્રેડપે મુદ્દે કહ્યું કે- આંદોલન દરમિયાન તમામ લોકોને સાંભળવામાં આવ્યા છે.. જે બાદ કમિટી બનાવવામાં આવી છે. તેમજ જિલ્લાવાર બેઠકો પણ કરવામાં આવી રહી છે અલગ-અલગ જિલ્લામાં ચર્ચા થશે અને ત્યારબાદ ગાંધીનગર ખાતેની કમિટી પાસે વિગતો આવશે. તેના આધારે નાણાવિભાગ સાથે સંકલન કરીને સકારાત્મક નિર્ણય લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના પોલીસ કર્મચારીઓની પગાર વધારાની માગણી મુદ્દે કમિટી હવે રજૂઆત સાંભળશે. રાજ્યના પોલીસ વડાએ IPS અધિકારી બ્રિજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં કમિટી બનાવી છે. આ કમિટીની પ્રથમ બેઠક 3 નવેમ્બરે મળશે. જેમાં ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠાના પોલીસ કર્મચારીઓના પ્રશ્નોની રજૂઆત સાંભળશે.

ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે બનાવવામાં આવેલી કમિટીના અધ્યક્ષ આઇજી બ્રિજેશ ઝા રહેશે. આ કમિટીમાં કુલ પાંચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી તમામ પાસાઓનો અભ્યાસ કરીને રિપોર્ટ સોંપશે.

ગુજરાતમાં (Gujarat) પોલીસ ગ્રેડ પે (Police Grade Pay) બાબતે શરૂ થયેલુ પોલીસ આંદોલન માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામા પુરુ થયુ હતું. પોલીસના ગ્રેડ-પે આંદોલનને ઠારવા ડિવાઈડ એન્ડ રૂલ શરૂ થતા આંદોલન ઠરી ગયું છે અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવતા પોલીસ કર્મચારીઓ સામે ઉચ્ચ અધિકારીઓએ પ્રાથમિક તપાસની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો : કચ્છ સરહદ પર સાંસદ વિનોદ ચાવડાએ જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી, મોં મીઠુ કરાવ્યું

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ બુધવારે ધોરડો-કચ્છ ખાતે જવાનો સાથે દિવાળી પર્વ ઉજવશે

Published On - 5:43 pm, Tue, 2 November 21

Next Video