Monsoon 2023: આગામી સપ્તાહમાં રાજ્યભરમાં વરસાદને લઈ વેધર વોચ ગ્રુપની મળી બેઠક, શું થઈ ચર્ચા, જાણો

|

Jul 25, 2023 | 9:00 PM

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે રાહત કમિશનર અલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ આગામી સપ્તાહમાં રાજ્યભરમાં માધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. 

Monsoon 2023: આગામી સપ્તાહમાં રાજ્યભરમાં વરસાદને લઈ વેધર વોચ ગ્રુપની મળી બેઠક, શું થઈ ચર્ચા, જાણો

Follow us on

Gandhinagar: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં ચોમાસાની પ્રવર્તમાન સ્થિતિ અને તેના માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા કરાયેલી તૈયારીઓ અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અને આગાહી અંગે માહિતી આપતા IMDના અધિકારીએ જણાવ્યું હતું કે આગામી સપ્તાહમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના અધિકારી દ્વારા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 70 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો હોવાની માહિતી આ૫વામાં આવી હતી.

સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયો અંગે માહિતી આ૫તા જણાવ્યું હતું કે, રાજ્યના 206 જળાશયો પૈકી 87 જળાશય હાઈએલર્ટ, 16 જળાશય એલર્ટ અને 15 જળાશય વોર્નિંગ પર છે. આમ, સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશય પૈકી 119 જેટલા જળાશયો 70 ટકાથી વધુ ભરાયેલા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસામાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ. ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, તેમજ તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જૂલાઈએ ગાંધીનગરમાં સેમિકોન ઈન્ડિયા 2023નું કરશે ઉદ્દઘાટન, 6 દિવસ સુધી યોજાશે પ્રદર્શન

આ બેઠકમાં કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી., પંચાયત, કોસ્ટગાર્ડ, ઊર્જા, ઈસરો, ફાયર, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, એરફોર્સ, યુ.ડી.ડી., પશુપાલન અને માહિતી વિભાગના નોડલ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરાઇ છે. આજે રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે. ફરીથી રાજ્યમાં 27 જુલાઈથી વરસાદનું જોર પકડાશે. 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી પવન ભેજનું ગેસ્ટ પશ્ચિમ ભારત ઉપર અસર રહેશે. જેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે તેવું જણાવ્યુ છે.

ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળશે. સાબરમતી નદી બે કાંઠે વહેશે. તાપી અને નર્મદાના જળ સ્ત્રાવમાં પણ વધારો થશે આવી અનેક આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગર સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article