Gandhinagar: રાજ્યમાં આજથી મધ્યાહન ભોજનનો ફરીથી પ્રારંભ, શિક્ષણ પ્રધાને બાળકોને ભોજન પીરસી યોજના શરુ કરાવી

|

Mar 29, 2022 | 3:26 PM

આ સાથે જ આજથી 8 મહાનગરો અને 2 નગરપાલિકાની શાળાઓમાં મધ્યાહન ભોજન મળવાની શરુઆત થઇ છે. જ્યારે ગુરૂવારથી સમગ્ર રાજ્યમાં મધ્યાહન ભોજન મળવાનું શરૂઆત થશે. 1 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના શરૂ થશે.

Gandhinagar: રાજ્યમાં આજથી મધ્યાહન ભોજનનો ફરીથી પ્રારંભ, શિક્ષણ પ્રધાને બાળકોને ભોજન પીરસી યોજના શરુ કરાવી
Education Minister started the mid-day meal scheme by serving food to the children

Follow us on

રાજ્યમાં છેલ્લા બે વર્ષથી એટલે કે 746 દિવસથી મધ્યાહન ભોજન  (Mid Day Meals) યોજના કોરોના મહામારીને કારણે બંધ હતી. વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનને બદલે અનાજ અને કુકિંગ કોસ્ટના પૈસા ચુકવવામાં આવતા હતા. હવે શાળાઓ ફરીથી રેગ્યુલર શરૂ થતાં આજથી ફરીથી મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Education Minister Jitu Waghani)ગાંધીનગર (Gandhinagar) પાસે આવેલા બોરીજ ગામમાં  મધ્યાહન ભોજન યોજનાનો પુનઃ પ્રારંભ કરાવ્યો. આ સાથે જ આજથી 8 મહાનગરો અને 2 નગરપાલિકાની શાળાઓમાં મધ્યાહન ભોજન મળવાની શરુઆત થઇ છે. જ્યારે ગુરૂવારથી સમગ્ર રાજ્યમાં મધ્યાહન ભોજન મળવાનું શરૂ થશે. 1 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના શરૂ થશે.

રાજ્યની 2953 શાળાઓમાં યોજના શરુ

આજથી રાજ્યની 2953 શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરવામાં આવી છે. જ્યારે 1 એપ્રિલથી રાજ્યના તમામ જીલ્લાઓની 29446 શાળાઓમા મધ્યાહ્ન ભોજન યોજના શરૂ થશે. કોરોના કાળમા 31 ડિસેમ્બર સુધી બાળકોને 2.83 લાખ મેટ્રિક ટન ઘઉં અને ચોખા અને કૂકિંગ કોસ્ટ પેટે 1407 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શિક્ષણ પ્રધાને બાળકોને ભોજન પીરસી મધ્યાહન ભોજન યોજનાની શરુઆત કરાવી હતી.

મધ્યાહનભોજન સાથે ચેડા થશે તો કડક કાર્યવાહી

આ પ્રસંગે શિક્ષણ પ્રધાને જણાવ્યુ હતુ કે મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને સારૂ ભોજન મળે તેની જવાબદારી અધિકારીઓ દ્વારા લેવામાં આવે અને ક્યાંય ભોજન સાથે ચેડા થશે તો સરકાર કડક કાર્યવાહી કરશે. સરકારી સ્કૂલમાં મધ્યાહન ભોજનમાં લોકો તિથિ ભોજન કરાવે તેવી અપીલ પણ શિક્ષણ પ્રધાને કરી છે. જીતુ વાઘણીએ તેમના પિતાની પૂણ્યતિથી નિમિતે આજે બોરીજની પ્રાથમિક શાળામાં મિષ્ટાનનો પ્રસાદ આપ્યો હતો. ત્યારે શિક્ષકો અને અન્ય લોકો પણ તિથિ કે જન્મ દિવસ નિમિત્તે સરકારી શાળાઓના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને તેમની શક્તિ મુજબ મિષ્ટાન કે ફ્રુટ આપે તેવી અપીલ કરી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

સરકારી શાળાઓમાં ઓરડાઓની ઘટ પુરી થશે

આ પ્રસંગે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં બાળકોને જે લર્નિંગ લોસ થયો છે તે માટે શિક્ષકો શ્રમ દાન કરે. સરકારી શાળાઓમાં ઓરડાઓની ઘટ પુરી કરવા સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યુ કે રાજ્યમાં 19 હજાર ઓરડાઓની ઘટ છે,ત્યારે આ વર્ષે 10 હજાર શાળાઓના ઓરડા બનાવવામાં આવશે. હાલ 2500 ઓરડાના કામ પ્રગતિમાં છે. જ્યારે 4 હજાર ઓરડાના ટેન્ડરો બહાર પડ્યા છે.

આ પણ વાંચો-

Gujarat Assembly Election 2022: કોંગ્રેસને વધુ એક ઝટકો લાગવાની તૈયારી, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પંજો છોડી કમળ પકડી શકે છે

આ પણ વાંચો-

Gandhinagar: ખેડૂતોને 6 કલાક વીજળી આપવા મુદ્દે આજે રાજ્ય સરકાર અને કિસાન સંઘ વચ્ચે બેઠક, કિસાન સંઘ જાહેર કરશે અગામી કાર્યક્રમ

Published On - 3:00 pm, Tue, 29 March 22

Next Article