રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી

Rain Forecast in Gujarat : રાજ્યમાં આગામી 5 દિવસ માટે સાર્વત્રિક વરસાદ વરસી શકે છે અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે.સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 7:54 AM

GANDHINAGAR : રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે…હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ માટે સાર્વત્રિક વરસાદ વરસી શકે છે અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે.સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. તો ભારે વરસાદની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતની દરિયાઇ પટ્ટી પરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.મહત્વપૂર્ણ છે કે મેઘરાજા અંતિમ ઇનિંગમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે…અને રાજ્યભરના જળાશયોમાં પાણીની નવી આવક નોંધાઇ છે.

ઉલ્લેખનીય છે કે આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે ખેડૂતો માટે આ રાહતના મોટા સમાચાર કહી શકાય. સાથે જ રાજ્યમાં 35 ટકા વરસાદની ઘટ પણ ચાલુ સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થાય તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.

વરસાદની આગાહી પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ અને આણંદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે…તો સૌરાષ્ટ્રના શહેરો સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને બોટાદમાં પણ ભારેથી અતિભારેની આગાહી કરવામાં આવી છે.

જ્યારે જામનગર,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Follow Us:
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">