GANDHINAGAR : રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં શહેરમાં ભારે અને અતિભારે વરસાદ પડશે

|

Sep 10, 2021 | 9:38 AM

Rain in Gujarat : રાજ્યમાં 35 ટકા વરસાદની ઘટ પણ ચાલુ સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થાય તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.

GANDHINAGAR : આગામી ચાર દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખેડૂતો માટે આ રાહતના મોટા સમાચાર કહી શકાય.સાથે જ રાજ્યમાં 35 ટકા વરસાદની ઘટ પણ ચાલુ સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થાય તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.

વરસાદની આગાહી પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ અને આણંદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, તો સૌરાષ્ટ્રના શહેરો સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને બોટાદમાં પણ ભારેથી અતિભારેની આગાહી કરવામાં આવી છે.

જ્યારે જામનગર,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Published On - 9:38 am, Fri, 10 September 21

Next Video