CM ભુપેન્દ્ર પટેલ અને ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર બેરી ઓ’ફેરેલ વચ્ચે મુલાકાત, મુખ્યપ્રધાને વાયબ્રન્ટ સમિટનું નિમંત્રણ પાઠવ્યું

|

Oct 21, 2021 | 6:10 PM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વૈશ્વિક ઓળખ બનેલા વાયબ્રન્ટ સમિટની શૃંખલામાં ઓસ્ટ્રેલિયાની સહભાગીતાનો ઉલ્લેખ કરતાં આગામી વાયબ્રન્ટ સમિટ-2022માં પણ જોડાવાનું આમંત્રણ પાઠવ્યું હતું.

CM ભુપેન્દ્ર પટેલ અને ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર બેરી ઓફેરેલ વચ્ચે મુલાકાત, મુખ્યપ્રધાને વાયબ્રન્ટ સમિટનું નિમંત્રણ  પાઠવ્યું
Meeting between CM Bhupendra Patel and Australian High Commissioner Barry O'Farrell

Follow us on

GANDHINAGAR : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર બેરી ઓ’ફેરેલ (Barry O’Farrell) વચ્ચે ગાંધીનગરમાં મુલાકાત થઇ હતી. મુખ્યપ્રધાને વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયા-ગુજરાત સાથે મળીને આગળ વધે તથા સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ બને તે માટેની ઉત્સુકતા આ બેઠકમાં ચર્ચા-પરામર્શ દરમ્યાન વ્યકત કરી હતી. તેમણે વડાપ્રધાનની આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat)ની નેમ આ સંબંધોના સેતુથી પાર પાડવા પણ દૃઢતા દર્શાવી હતી. આ સાથે મુખ્યપ્રધાન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગવા વિઝનની ફલશ્રુતિ રૂપે નિર્માણ પામેલા સ્ટેચ્યુ ઓફ યુનિટિની ખાસ મુલાકાત લેવા ઓસ્ટ્રેલિયન હાઇકમિશનરને અનુરોધ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર શ્ બેરી ઓ’ફેરેલે માઇનીંગ ટેકનોલોજી, ઇલેકટ્રીક વ્હીકલના બેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયન તજજ્ઞતાનો લાભ ગુજરાતને મળે તે માટે પણ ફળદાયી વિચાર-વિમર્શ કર્યો હતો. ભારતની નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિ અંતર્ગત જે નવિન તકો ઉપલબ્ધ થઇ છે તે સંદર્ભમાં ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓની ગુજરાતમાં સ્થાપના માટેની સંભાવના અંગે પણ તેમણે ચર્ચા કરી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વૈશ્વિક ઓળખ બનેલા વાયબ્રન્ટ સમિટની શૃંખલામાં ઓસ્ટ્રેલિયાની સહભાગીતાનો ઉલ્લેખ કરતાં આગામી વાયબ્રન્ટ સમિટ-2022માં પણ જોડાવાનું આમંત્રણ પાઠવ્યું હતું. ઓસ્ટ્રેલિયન હાઇકમિશનરે પણ મુખ્યપ્રધાનને ઓસ્ટ્રેલિયા મુલાકાતનું નિમંત્રણ આપ્યું હતું.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુંબઇ ખાતેના ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ પીટર ટ્રશવેલ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, ઇન્ડેક્ષ-બી ના મેનેજિંગ ડિરેકટર શ્રીમતી નિલમ રાની પણ જોડાયા હતા.મુખ્યપ્રધાને ઓસ્ટ્રેલિયન હાઇકમિશનરને સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ સ્મૃતિભેટ રૂપે આપી હતી.

આ પણ વાંચો : Ahmedabad : પોલીસ કંટ્રોલમાં આવ્યો એક નનામો કોલ, તપાસના અંતે ફેક કોલ હોવાનું ખુલતા પોલીસે લીધો રાહતનો શ્વાસ

આ પણ વાંચો : ગુજરાતના વિવિધ શહેરોમાં દેશમાં 100 કરોડ રસીના ડોઝની સિધ્ધિની ઉજવણી કરવામાં આવી

Next Article