Gujarat માં ખરીફ પાકની વાવણી પૂરજોશમાં, ગત વર્ષની સરખામણીએ 10 લાખ હેક્ટરમાં વધુ વાવણી

રાજ્યમાં કપાસ બાદ તેલીબિયાં પાકોનું વાવેતર થયું છે. અત્યાર સુધીમાં આ પાકનું વાવેતર 15.11 લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે આ સમય સુધીમાં 11.02 હેક્ટર હતું. તેલીબિયાંમાં મગફળીનું સૌથી વધુ વાવેતર થાય છે. આ વખતે મગફળીનું વાવેતર 13.28 લાખ હેક્ટર જમીનમાં થયું છે.

Gujarat માં ખરીફ પાકની વાવણી પૂરજોશમાં, ગત વર્ષની સરખામણીએ 10 લાખ હેક્ટરમાં વધુ વાવણી
gujarat rain and crop
| Edited By: | Updated on: Jul 06, 2023 | 10:20 PM

Gandhinagar: ગુજરાતમાં વરસાદ બાદ ખેડૂતોએ(Farmers)ખરીફ પાકની(Kharif Crop)વાવણી પૂરજોશમાં શરૂ કરી દીધી છે. જેના પગલે આ વર્ષે 10 લાખ હેક્ટર જમીનમાં વધુ વાવણી થઈ છે. જેમાં સૌથી વધુ વાવણી કપાસની થઈ છે જે કુલ વાવણીના 50 ટકાથી વધુ છે.

ગયા વર્ષે આ સમય ગાળામાં 30.20 લાખ હેક્ટરમાં ખરીફ વાવણી

આ અંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે સમાચાર પત્રને જણાવ્યા અનુસાર ગુજરાતમાં સારા વરસાદને કારણે સોમવાર સુધીમાં 40.46 લાખ હેક્ટર જમીનમાં ખરીફ વાવણી થઈ ગઈ છે. ગયા વર્ષે આ સમય ગાળામાં 30.20 લાખ હેક્ટરમાં ખરીફ વાવણી કરવામાં આવી હતી.

રાજ્યમાં કપાસનું વાવેતર 15.26 લાખ હેક્ટરમાં થયું

તેમણે કહ્યું કે કપાસના ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે. દર વર્ષે ખરીફ પાકોમાં કપાસનું સૌથી વધુ વાવેતર વિસ્તાર છે. ગયા વર્ષે આ સમય ગાળામાં રાજ્યમાં કપાસનું વાવેતર 15.26 લાખ હેક્ટરમાં થયું હતું જે આ વખતે 20.25 લાખ હેક્ટર છે. આ વખતે પાંચ લાખ હેક્ટર વધુ છે

રાજ્યમાં કપાસ બાદ તેલીબિયાં પાકોનું વાવેતર થયું છે. અત્યાર સુધીમાં આ પાકનું વાવેતર 15.11 લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે આ સમય સુધીમાં 11.02 હેક્ટર હતું. તેલીબિયાંમાં મગફળીનું સૌથી વધુ વાવેતર થાય છે. આ વખતે મગફળીનું વાવેતર 13.28 લાખ હેક્ટર જમીનમાં થયું છે.

આ અઠવાડિયે રાજ્યભરમાં વરસાદ પડશે

જે ગત વર્ષ કરતાં ત્રણ લાખ હેક્ટર વધુ છે. રાજ્યમાં મુખ્ય ખરીફ પાકો કપાસ, મગફળી, એરંડા, તલ, સોયાબીન, ડાંગર, જુવાર વગેરે છે. જ્યારે 7 થી 9 જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્રના 3 જીલ્લા, વલસાડમાં ભારે વરસાદ હવામાન વિભાગે માહિતી આપી છે કે 7 થી 9 જુલાઇ દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના નવસારી અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. આ અઠવાડિયે રાજ્યભરમાં વરસાદ પડશે.

સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 206 પૈકી 23 હાઈ એલર્ટ પર છે જ્યારે 14 એલર્ટ પર અને 10 વોર્નિંગ લેવલ પર છે.મંગળવારે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી.

રાહત કમિશનર આલોક કુમાર પાંડેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં એનડીઆરએફ અને એસડીઆરએફ અધિકારીઓએ જણાવ્યું કે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તૈનાતી યોજનાઓ તૈયાર કરવામાં આવી છે અને તમામને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો