ગુજરાતમાં 8 જાન્યુઆરીએ G-20ની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023નો પ્રારંભ કરાશે, 851 પતંગબાજો સ્પર્ધામાં ભાગ લેશે

|

Jan 06, 2023 | 9:41 PM

ગુજરાતમાં 8 જાન્યુઆરીએ G-20ની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2013નો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પ્રારંભ કરાશે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ હાજર રહેશે.આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 53 દેશોના 126, 14 રાજ્યોના 65 તેમજ રાજ્યના 22 શહેરોના 660 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે

ગુજરાતમાં 8 જાન્યુઆરીએ G-20ની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023નો પ્રારંભ કરાશે, 851 પતંગબાજો સ્પર્ધામાં ભાગ લેશે
International Kite Festival 2013

Follow us on

ગુજરાતમાં 8 જાન્યુઆરીએ G-20ની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023નો રાજ્ય પાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પ્રારંભ કરાશે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ હાજર રહેશે.આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 53 દેશોના 126, 14 રાજ્યોના 65 તેમજ રાજ્યના 22 શહેરોના 660 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે.

G-20ની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 નું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે G-20 દેશોના પતંગબાજો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ વર્ષે એક નવો રેકોર્ડ સર્જવામાં આવશે. વિવિધ દેશોના મહત્તમ પતંગબાજો દ્વારા એક સાથે પતંગ ઉડાડવાના ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ કરવામાં આવશે. દેશોના મહત્તમ પતંગબાજો દ્વારા એક સાથે પતંગ ઉડાડવાના ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પતંગબાજોનો ઉત્સાહ વધારવા માટે પતંગ ઉડ્ડયનમાં ભાગ લેશે

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 આગામી 8 થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે યોજાશે. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવશે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પતંગબાજોનો ઉત્સાહ વધારવા માટે પતંગ ઉડ્ડયનમાં ભાગ લેશે, ત્યારબાદ વિવિધ થીમ આધારિત સ્ટોલ, ક્રાફ્ટ સ્ટોલ અને ફૂડ કોર્ટનું પણ નિદર્શન કરશે.

5G Unlimited ડેટા વાળો સૌથી સસ્તો પ્લાન ! Jio લાવ્યું મોટી ઓફર
રોહિત શર્માએ વાનખેડેમાં રચ્યો ઈતિહાસ, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
કથાકાર જયા કિશોરી લવ મેરેજ કરશે કે અરેન્જડ મેરેજ... કહી આ મોટી વાત
આથિયા શેટ્ટીએ દીકરીની પહેલી ઝલક બતાવી, જુઓ ફોટો
ઈન્ડસ્ટ્રીને એક નવી વિલન મળી, જાણો કોણ છે રેજીના કેસાન્ડ્રા
પાકિસ્તાનની સૌથી અમીર સાસુ, જમાઈ કરે છે આ કામ

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ પ્રવાસન અને યાત્રાધામનાં સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. 9 જાન્યુઆરીએ વડોદરા અને વડનગર, 10 જાન્યુઆરીએ કેવડિયા કોલોની-નર્મદા અને દ્વારકા, 11 જાન્યુઆરીએ સુરત અને સોમનાથ, 12 જાન્યુઆરીએ રાજકોટ અને ધોલેરા તેમજ 13 જાન્યુઆરીએ સફેદ રણ-ધોરડો-કચ્છ ખાતે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

53 દેશોના 126 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે

અલ્જીરીયા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બહરિન, બેલારૂસ, બેલ્જિયમ, બલ્ગેરિયા, કંબોડિયા, કેમેરૂન, કેનેડા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રિકા, ડેન્માર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, બોર્નર, સિન્ટ યુસ્ટેડિયસ એન્ડ સબા (ફ્રાન્સ), જ્યોર્જિયા, જર્મની, ગ્રીસ, ઇન્ડોનેશિયા, ઈરાક, ઈઝરાયલ, જોર્ડન લેબેનોન, લિથુઆનિયા, મલેશિયા, માલ્ટા, મોરિશ્યસ, મેક્સિકો, મોરક્કો, નેપાળ, નેધરલેન્ડ્સ, ન્યુઝીલેન્ડ, પેલેસ્ટીન, ફિલિપિન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રશિયા, સિંગાપોર, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, સ્વિત્ઝર્લેન્ડ, યુ.કે, ટ્યુનિશિયા, વિયતનામ, ઝિમ્બાબ્વે, ક્રોએશિયા, ઓમાન, સાઉદી અરેબિયા, ઈટલી, ઈજિપ્ત વગેરે દેશોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે.

14 રાજ્યોના 65 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે

બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પૂડીચેરી, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે.

રાજ્યના 22 શહેરોના 660 પતંગબાજો

અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, આણંદ, ભાવનગર, ભૂજ, દાહોદ, જામનગર, કલોલ, મેંદરડા, માંડવી, મુન્દ્રા, નવસારી, પાટણ, રાણપુર, સાવરકુંડલા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, થાનગઢ, ભરૂચના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે.

Published On - 9:24 pm, Fri, 6 January 23

Next Article