GANDHINAGAR : રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.જેના ભાગરૂપે રાજ્યમાં કલેક્ટર અને તાલુકા કચેરી ખાતે ફોર્મ વિતરણ અને ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.સરકાર તરફથી કોરોનાથી મૃત્યુ પામનાર પરિવારને મુશ્કેલી ઉભી ન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કોરોના મૃત્યુસહાય અંગે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે કોરોના મૃતકોના પરિવારજનોને તકલીફ નહીં પડે.મૃતકને કોરોના હોવાનો એકપણ પુરાવો હશે તો સહાય આપવામાં આવશે.MCCD સર્ટિફિકેટ લેવા લોકો ઉતાવળ ન કરે.તમામ લોકોને સર્ટિફિકેટ વહેલા-મોડા મળી જશે.આ સહાય સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર ગુજરાત સરકાર આપશે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે કોરોના મૃત્યુસહાયનું નવું ફોર્મ જાહેર કરવાની સાથે મહત્વનો આદેશ કર્યો છે. 25 નવેમ્બરની મોડી રાત્રે આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે કોરોના મૃતકના પરિવારજનોને અરજીના ફક્ત 10 દિવસમાં સહાય ચૂકવી દેવામાં આવે. મહેસૂલ વિભાગે રાજ્યના તમામ કલેક્ટર સહિત સબંધિત સરકારી વિભાગોને આપેલા આદેશમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી સહાય આપવાનું ઠરાવ્યું છે. આદેશની સાથે એક ફોર્મ પણ જાહેર કરવામાં આવ્યું છે.
આ ફોર્મમાં માગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર 10 દિવસમાં સહાયની ચૂકવણી કરવા જણાવાયું છે. સહાય માટે જાહેર કરાયેલા નવા ફોર્મમાં અરજદારના નામ, મોબાઇલ નંબર, આધાર નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ દર્શાવવાનો રહેશે.એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિનું સોગંદનામું અને બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી છે.
આ પણ વાંચો : 400 ફૂટની ઉંચાઈએથી મહિલાએ લગાવી મોતની છલાંગ,જાણો પછી શું થયું
આ પણ વાંચો :Fake Currency : એકલા અમદાવાદમાં 8 વર્ષમાં 6 કરોડથી વધુની નકલી ચલણી નોટો પકડાઈ છે