ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની મહત્વની ભેટ

|

Apr 14, 2022 | 12:10 PM

રાજ્ય સરકારે લીધેલા મહત્ત્વના નિર્ણયની વિસ્તૃત વિગતો આપતાં મંત્રીએ કહ્યું હતું કે અનુસૂચિત જાતિની આવક મર્યાદામા વધારો કરવાથી રાજ્ય સરકાર ઉપર રૂપિયા 50 કરોડનું વધારાનુ ભારણ વિદ્યાર્થીઓ વતી ઉપાડશે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (Department of Social Justice and Empowerment) ના મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર જણાવ્યું છે કે રાજ્યના અનુસૂચિત જાતિ (Scheduled Caste) ના વિદ્યાર્થીઓ (Students) ને સહાયરૂપ થવા માટે આજે ડૉ.બાબાસાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar) ની જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકારે મહત્વની ભેટ આપીને તેમને અપાતી સહાયની આવક મર્યાદામા નોધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેનો અદાજે એક લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે.

મંત્રી પ્રદીપભાઈ પરમારે ઉમેર્યું હતું કે રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના સર્વાંગી અને આર્થિક વિકાસ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ વખતના અંદાજપત્રમાં પણ પૂરતા પ્રમાણમાં નાણાંકીય જોગવાઇઓ કરી છે ત્યારે આ વધારો આ વિધાર્થીઓને સહાયરૂપ થવામા મહત્વની ભૂમિકા અદા કરશે.

રાજ્ય સરકારે લીધેલા મહત્ત્વના નિર્ણયની વિસ્તૃત વિગતો આપતાં મંત્રીએ કહ્યું હતું કે અનુસૂચિત જાતિ ની આવક મર્યાદામા વધારો કરવાથી રાજ્ય સરકાર ઉપર રૂપિયા 50 કરોડનું વધારાનુ ભારણ વિદ્યાર્થીઓ વતી ઉપાડશે. અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા પહેલા ગ્રામીણ વિસ્તારમાટે રૂપિયા 1.20 લાખ હતી જયારે શહેરી વિસ્તારમાં પહેલા 1.50 લાખ હતી. જેને ધ્યાને લ।ઈને વઘુ વિદ્યાર્થીઓને લાભ મળે એ માટે આવક મર્યાદામાં સુધારો કરી રૂ. 6 લાખ કરવામાં આવ્યો છે. જેનો ત્વરીત અમલ કરાશે. આ વધારાનો લાભ એસસી, ઓબીસી, ઇબીસી, માયનોરિટી વિદ્યાર્થીઓને લાભ મળશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ પણ વાંચોઃ માધવપુરમાં આજે ધુળેટીનો માહોલ ! જાણો અહીં કેવી રીતે થાય છે નવવધુ રુકમણીના વધામણાં ?

આ પણ વાંચોઃ BHARUCH : SP ડો. લીના પાટીલના રાજમાં બુટલેગરોમાં ફફડાટ,અંકલેશ્વરમાં દારૂ ભરેલો ટેમ્પો ડિલિવરી કરી ન શકતા બિનવારસી છોડી ફરાર થયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video