રાહત : નવા જંત્રી દરનો અમલ હાલ પૂરતો મોકૂફ, વ્યાપક હિતમાં રાજ્ય સરકારનો નિર્ણય

હાલ પુરતો નવા જંત્રી દરનો અમલ મોકૂફ રાખવામાં આવ્યો છે.માહિતી મુજબ આગામી 15 એપ્રિલથી આ નવા જંત્રી દરનો અમલ થશે.

રાહત : નવા જંત્રી દરનો અમલ હાલ પૂરતો મોકૂફ, વ્યાપક હિતમાં રાજ્ય સરકારનો નિર્ણય
CM Bhupendra Patel
| Edited By: | Updated on: Feb 11, 2023 | 10:03 AM

નવા જંત્રી દરને લઈ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હાલ પુરતો નવા જંત્રી દરનો અમલ મોકૂફ રાખવામાં આવ્યો છે.માહિતી મુજબ આગામી 15 એપ્રિલથી આ નવા જંત્રી દરનો અમલ થશે.

મહત્વનું છે કે,ગુજરાતમાં નવી જંત્રીના અમલ બાદ બિલ્ડરોનો વિરોધ થયો હતો. તો નવી જંત્રી મુદ્દે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ ઉપસ્થિત રહ્યા હતા.

બિલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ CMને રજૂઆત કરી હતી

આ તરફ અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ ગાંધીનગરમાં સચિવાલય ખાતે પહોંચી CMને રજૂઆત કરી હતી અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને નવા જંત્રી સામેના વાંધાઓ અને કેટલાક સૂચનો આપ્યા હતા, જેમાં તેમની પ્રમુખ માગ હતી કે જે જંત્રી વધારવામા આવી છે તેને 1 મેથી લાગૂ કરવામાં આવે.આ ઉપરાંત જંત્રીમાં 100 ટકાના વધારાના બદલે 50 ટકાનો જ વધારો કરાય તેવી રજૂઆત કરી હતી.

 

Published On - 9:23 am, Sat, 11 February 23