
Omicron Update: કોરોનાની ત્રીજી લહેર (Corona Third wave) અને કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની સાથે એક નવો શબ્દ તમે સાંભળ્યો હશે. આ શબ્દ છે જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટિંગ. આ જીનોમ સિક્વન્સ શું છે અને તેનું ટેસ્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે ? ઓમિક્રોનનું ટેસ્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે ? આ સમગ્ર પ્રક્રિયા શું છે તે જાણીએ GBRCના (Gujarat Biotechnology Research Center) બાયોલોજીસ્ટ પાસેથી.
કઈ રીતે થાય છે જીનોમ સિક્વન્સિંગ?
આ વિશે વાત કરતા ડોક્ટર માધવીએ જણાવ્યું કે ઓમિક્રોન છે કે નહીં તે જાણવા માટે હોલ જીનોમ સિક્વન્સિંગની પ્રોસેસ કરતા હોય છે. એમાં જે કોરોના પોઝિટિવ સેમ્પલ આવે તેનું તેઓ RNA એક્સ્ટેન્શન કરીને કોમ્પલીમેટ્રી DNA બનાવીને પછી એમાંથી હોલ જીનોમ સિક્વન્સિંગની લાઈબ્રેરી બનાવવામાં આવે છે. આ બાદ તેને મશીનના માધ્યમથી તેનું હોલ જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. ત્યાર બાદ તે કઈ લીનીએજ છે એની ઓળખ થતી હોય છે.
એક સાથે કેટલા ટેસ્ટીંગ થાય છે?
કેટલા સેમ્પલ આમાં એકસાથે ચકાસણી માટે લઇ શકાય એ બાબતે જવાબ આપતા ડોકટરે કહ્યું કે, હોલ જીનોમ સિક્વન્સિંગ હાઇ થ્રુ પુટ મશીનમાં થતું હોવાને કારણે મોસ્ટલી તેની બેચ વાઈઝ પ્રોસેસ કરવામાં આવે છે. તેથી એક સાથે આમાં મિનીમમ 15 સેમ્પલ અને મેક્સિમમ 96 સેમ્પલ સુધીની પ્રોસેસિંગ થતી હોય છે.
સંમગ્ર પ્રોસેસમાં 8 થી 10 કલાક
ડોકટરે જણાવ્યું કે ઓમિક્રોન બાબતે ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સના જીનોમ સિક્વન્સિંગ અહીં જ લેબમાં પ્રોસેસ થાય છે. અત્યાર સુધી 4 સેમ્પલમાં ઓમિક્રોન જોવા મળ્યો છે. અને PCR ની પદ્ધતિથી 15 થી વધુ સેમ્પલ ચેક કરેલા છે. નવું મશીન ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું છે. ઓટોમેટિક મશીનમાં 20 મિનીટમાં ઓમિક્રોનનો ખ્યાલ આવી જાય છે. જો કે આખી પ્રોસેસમાં 8 થી 10 કલાકનો સમય જાય છે.
વધુ માહિતી માટે જુઓ આ વિડીયો
આ પણ વાંચો: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીકના આક્ષેપો વચ્ચે ચેરમેનનું નિવેદન, કહ્યું કોઇ ફરિયાદ મળી નથી