ગૃહપ્રધાન અમિત શાહે સઈજમાં સ્વામીનારાયણ વિશ્વમંગલ ઈન્ટરનેશનલ સ્કુલ અને ઓક્સીજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

|

Oct 08, 2021 | 8:10 PM

ગૃહપ્રધાન અમિત શાહે સઈજ ગામમાં સ્વામીનારાયણ વિશ્વમંગલ સંસ્થાના બે મહત્વપૂર્ણ કાર્યોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું.

GANDHINAGAR : કેન્દ્રીય ગૃહપ્રધાન તેમજ સહકારિતા પ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. તેમણે ગાંધીનગરમાં વિવિધ કાર્યોના લોકાર્પણ અને ઉદ્ઘાટન કર્યા છે. સૌથી પહેલા તેમણે ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર મહિલા સ્વ-સહાય જૂથના ટી-સ્ટોલનું ઉદ્ઘાટન કર્યું હતું. ગૃહપ્રધાન અમિત શાહે મહિલા સ્વ-સહાય જૂથની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. ગૃહપ્રધાન શાહે ગાંધીનગર મત વિસ્તારની અન્ય મહિલાઓ માટે જાહેરાત કરતા કહ્યું કે જે મહિલાઓએ માટીના ચાના કપ એટલે કે કુલડી બનાવવા માટે ચાકડાની જરૂર હોય તે ગાંધીનગર જિલ્લા કલેકટરને અરજી કરે.

ત્યારબાદ ગૃહપ્રધાન અમિત શાહે સઈજ ગામમાં સ્વામીનારાયણ વિશ્વમંગલ સંસ્થાના બે મહત્વપૂર્ણ કાર્યોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું. ગૃહપ્રધાન શાહે સ્વામીનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ દ્વારા નિર્મિત ઈન્ટરનેશનલ સ્કુલના ભવનનું ઉદ્ઘાટન કર્યું અને આ સાથે જ સ્વામીનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ દ્વારા નિર્મિત ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.

આ પણ વાંચો : જામનગરની પાંચ વર્ષીય બાળકીને અમેરીકન દંપતિએ દત્તક લીધી, રન્ના હવે એલીરૂચ બની વિદેશ જશે

આ પણ વાંચો : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણી, ભાજપ, શિવસેના સહિતના પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

Next Video