Gujarat weather: 48 કલાક બાદ વરસાદી સિસ્ટમ થશે સક્રિય, આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી

|

Mar 04, 2023 | 3:02 PM

દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની વકી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં ભેજ વધશે અને રાજ્યમાં દિવસ દરમિયાન ભારે બફારો અનુભવાશે.

Gujarat weather: 48 કલાક બાદ વરસાદી સિસ્ટમ થશે સક્રિય, આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી
Gujarat weather Update

Follow us on

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ  આગામી 48 કલાકમાં વરસાદી સિસ્ટમ બરાબર સક્રિય થઈ જશે, તે પ્રમાણે વાતાવરણમાં પલટો આવતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં આવેલા પલટા પ્રમાણે આજે સવારે અરવલ્લી, દાહોદ, ઝાલોદ અને બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વીજળીના ચમકારા સાથે ઠંડો પવન ફૂંકાયો હતો.

અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણની આગાહી

આ દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની વકી છે. હવામાન વૈજ્ઞાનિક વિજીનલાલના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઇંડ્યુઝ સાઈઝર સક્રિય હોવાને કારણે આ પ્રકારનું વાતાવરણ સર્જાયું છે. તેમને જણાવ્યું હતું કે ઈંડ્યુઝ સાઇઝર સિસ્ટમ વરસાદી વાદળો બનાવે છે.

વરસાદથી સિસ્ટમથી વાતાવરણમાં ભેજ સર્જાશે

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં ભેજ વધશે અને રાજ્યમાં દિવસ દરમિયાન ભારે બફારો અનુભવાશે. માવઠાની સાથે ગરમીનો પણ પ્રકોપ જોવા મળશે. આજે રાજ્યમાં સુરત 38. 8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

હાલમાં 2 થી 5 ડિગ્રી સામાન્ય કરતા વધુ તાપમાન રહેશે: હવામાન વિભાગ

ગરમી અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે જો ગરમીની વાત કરવાાં આવે તો હાલમાં 2થી 5 ડિગ્રી તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. પરંતુ ત્યાર બાદ વાતાવરણમાં ફેરફાર નોંધાશે અને કમોસમી વરસાદ થશે. હાલ હિટવેવ ની કોઈ આગાહી નથી.

સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા. સાબરકાંઠા દક્ષિણ ગુજરાતમાં સુરત , વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

સાથે જ ગરમી અંગે જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં માર્ચથી મે મહિના દરમિયાન સરેરાશ 4થી 6 ડિગ્રી જેટલું તાપમાન વધારો રહેશે  અને સામાન્ય કરતા વધુ ગરમી અનુભવાશે. સાથે જ જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વધુ તાપમાન નોંધાશે. તો મે મહિનામાં ધગધગતી ગરમીનો અનુભવ થશે. તો માર્ચ મહિનામાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી જઈ શકે છે. આ વર્ષે ગુજરાતમાં ગરમીનો પારો 50 ડિગ્રીને આંબે તેવી પણ વકી છે.

Next Article