Gujaratમાં સીએમ રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાની આવી રીતે કરાશે ઉજવણી, ઓગષ્ટમાં માસમાં વિવિધ કાર્યક્રમો

|

Jul 22, 2021 | 2:55 PM

જેમાં ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે સરકારના ઓગષ્ટ માસમાં 5 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે 5 વર્ષ માં લોકોની જનભાગીદારી જન ઉપયોગી કાર્યોને વધુ સક્રિય બનાવવા 1 ઓગષ્ટ થી 9 ઓગષ્ટ સુધી વિવિધ કાર્યક્રમ તાલુકા સ્તર સુધી યોજવામાં આવશે. 

ગુજરાત(Gujarat) માં સીએમ રૂપાણી(CM Rupani) ના  નેતૃત્વમાં  સરકારના ઓગષ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. જેના પગલે રાજ્ય સરકારે તેની ઉજવણીનું આયોજન કર્યું છે. જેમાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે સરકારના ઓગસ્ટ માસમાં 5 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે 5 વર્ષ માં લોકોની જનભાગીદારી જન ઉપયોગી કાર્યોને વધુ સક્રિય બનાવવા 1 ઓગષ્ટ થી 9 ઓગષ્ટ સુધી વિવિધ કાર્યક્રમ તાલુકા સ્તર સુધી યોજવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં કોરોના ગાઈડલાઈનના પાલન સાથે કાર્યક્રમ થશે

1 ઓગષ્ટ જ્ઞાન શક્તિ
2 ઓગષ્ટ સંવેદના દિવસ
4 ઓગષ્ટ મહિલાઓ માટે નારી ગૌરવ દિવસ
5 ઓગષ્ટ કિસાન સન્માન દિવસ
6 ઓગષ્ટ ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકાર અને ઔધોગિકરણના કારણે રોજગારી દિવસ
7 ઓગષ્ટ વિકાસ દિવસ તરીકે ઉજવણી કરાશે
8 ઓગષ્ટ ગુજરાત માં 50 % નપા, મનપા માં વસતા લોકો માટે શહેરી જન સુખાકારી દિવસ
9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાશે

આ કાર્યક્રમ માં સીએમ વિજય રૂપાણી,  નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ  સહિત મંત્રીઓ, ધારાસભ્યો, બોર્ડ નિગમ હોદ્દેદારો અલગ અલગ સ્થળોએ  ઉપસ્થિત રહેશે

Published On - 2:20 pm, Thu, 22 July 21

Next Video