Gujarat ની જીવાદોરી સરદાર સરોવર ડેમ 64 ટકાથી વધુ ભરાયો, 207 જળાશયોમાં 50 ટકાથી વધુ પાણીનો સંગ્રહ

હાલમાં ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયમાં 61.18 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 36.51 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 42.26 ટકા, કચ્છના 20 જળાશયમાં 63.31 ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ 141 જળાશયમાં 63.85 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે

Gujarat ની જીવાદોરી સરદાર સરોવર ડેમ 64 ટકાથી વધુ ભરાયો, 207 જળાશયોમાં 50 ટકાથી વધુ પાણીનો સંગ્રહ
Gujarat Narmada Dam
| Edited By: | Updated on: Jul 19, 2023 | 5:04 PM

Gandhinagar: ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં શ્રીકાર વર્ષાને(Rain)પરિણામે રાજ્યમાં 19 જુલાઇ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 53.96 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ગુજરાતના 33 જળાશયો 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયાં છે.

જ્યારે 49 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયોમાં 25 થી 79 ટકા સુધી પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) કુલ સંગ્રહ શક્તિના 64.40 ટકા જેટલા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે, તેમ સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ-ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે.

મોર્શલ, વન્સલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા સહિતના જળાશયો 100 ટકા છલકાયા

અહેવાલમાં જણાવ્યાનુસાર, રાજ્યમાં 100 ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાના ધાતરવાડી, મુંજિયાસર, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, દાહોદ જિલ્લાના ઉમરીયા, ગીર સોમનાથના મચ્છુન્દ્રિ, જામનગરના વઘાડીયા, સપાડા, પૂના, ફૂલઝર-1 અને રૂપારેલ, જૂનાગઢના ઝાનજેશ્રી, ઉબેન, હસનપુર, હિરણ-1, મોટા ગુજેરીયા, મધુવંતી, રાજકોટના વેરિ, લાલપરી, મોજ અને સોદવદર, સુરેન્દ્રનગરના મોર્શલ, વન્સલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા સહિતના જળાશયોનો સમાવેશ થાય છે.

કુલ 141 જળાશયમાં 63.85 ટકા પાણીનો જથ્થો

આ સિવાય હાલમાં ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયમાં 61.18 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 36.51 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 42.26 ટકા, કચ્છના 20 જળાશયમાં 63.31 ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ 141 જળાશયમાં 63.85 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે, તેમ ફ્લડ કન્ટ્રોલ સેલના અહેવાલમાં વધુમાં જણાવાયું છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો