ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી કરશે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત

|

Oct 28, 2021 | 4:30 PM

ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેના આંદોલનકારી પોલીસ પરિવારના સભ્યો ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને મળ્યા હતા. આ પરિવારોએ ગૃહ રાજ્ય પ્રધાન સાથેની મુલાકાત બાદ કહ્યું કે સરકારે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.

ગુજરાતમાં( Gujarat) પોલીસ ગ્રેડ પે ( Police Grade Pay)  મુદ્દો હજુ પણ ઉકેલાયો નથી. આ મુદ્દે આંદોલન મોકૂફ રાખવાની પોલીસ પરિવારની બાબતનો હજુ અમલ થયેલો જોવા મળ્યો નથી. આ દરમ્યાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ(Harsh Sanghvi)  પોલીસ પરિવાર સાથે બેઠક કરી હતી. તેમજ તેમની વચ્ચે લાંબી ચર્ચા વિચારણા થઈ હતી. જો કે આ બેઠક બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સીએમ  ભૂપેન્દ્ર પટેલના(CM Bhupendra Patel )  નિવાસ સ્થાને પહોંચ્યા છે.

જ્યારે આંદોલનકારી પોલીસ પરિવારના સભ્યો ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને મળ્યા હતા. આ પરિવારોએ ગૃહ રાજ્ય પ્રધાન સાથેની મુલાકાત બાદ કહ્યું કે સરકારે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. આ મુદ્દે રાજ્ય સરકાર કોઈ કમિટીની રચના કરે તેવી સંભાવના છે. આ કમિટીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે જ રિટાયર્ડ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થઈ શકે છે.

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ પોલીસ પરિવારો સાથે વાતચીત કરી. જેમાં રાજ્યના પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. ગૃહ રાજ્ય પ્રધાને કહ્યું કે આ અમારા પરિવારની વાત છે. અને અમે તેનો ઝડપથી યોગ્ય ઉકેલ લાવીશું.

જ્યારે વિધાનસભાના ગેટની બહાર પોલીસ પરિવારની મહિલાઓ ધરણા ઉપર બેઠા હતા. જો કે સરકાર તરફથી આજે કમિટીનું ગઠન થાય તેવી સંભાવના છે. આ કમિટીમાં પોલીસના ઉચ્ચ અધિકારીનો કમિટીમાં સમાવેશ કરાઈ શકે છે.તેમજ નિવૃત્ત પોલીસ ઉચ્ચ અધિકારીનો પણ કમિટીમાં સમાવેશ કરાવી શકાય છે.

આ પણ વાંચો : JUNAGADH : વંથલીમાં દીપડાના આતંકની ઘટના, વસાપડા ગામમાં 5 વર્ષના માસૂમને દીપડાએ ફાડી ખાધો

આ પણ  વાંચો : અમદાવાદ : રાજ્યના વિવિધ રીક્ષા યુનિયન દિવાળી બાદ હડતાળ પાડશે, શું છે રીક્ષાચાલકોની માગ ?

Published On - 4:27 pm, Thu, 28 October 21

Next Video