ગુજરાતમાં સરકારી દવાખાના અને હોસ્પિટલોમાં ઓપીડીના સમયમાં વધારો કર્યો, સીનિયર સીટીઝનો માટે ખાસ વ્યવસ્થા કરાશે

ગુજરાત(Gujarat)  સરકારે દર્દીઓના(Patient)  હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાતના તમામ CHC,PHC,મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં OPD ના સમયમાં 2 કલાકનો વધારો કરાયો છે

| Edited By: | Updated on: Sep 17, 2022 | 6:48 PM

ગુજરાત(Gujarat)  સરકારે દર્દીઓના(Patient)  હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાતના તમામ CHC,PHC,મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં OPD ના સમયમાં 2 કલાકનો વધારો કરાયો છે. રાજ્યમાં દર્દીઓને હવે સવારે 9 થી 1 અને સાંજે 3થી 7 સુધી OPDનો લાભ મળશે. જ્યારે 60 વર્ષથી ઉપરના દર્દી માટે અલગ લાઈન અને ખાસ OPD શરૂ કરાશે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં પહેલા છ કલાક જ દર્દીઓને OPDમાં સારવાર મળતી હતી. અને રોજ સવા લાખ દર્દીઓ લાભ મેળવતા હતા. જો કે હવે બે કલાકનો સમય વધતા વધુ ચાલીસ હજાર દર્દીઓનું નિદાન થઈ શકશે. રાજ્યના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે સ્ટાફની અછત હોય તો નવી ભરતી કરવાની પણ સ્પષ્ટતા કરી. જ્યારે દૂરથી આવતા દર્દીઓના સગાને સરકાર બે ટાઈમ ભોજન ઉપલબ્ધ કરાવશે. રાજ્ય સરકાર અને સ્વયંસેવી સંસ્થાઓના સહયોગથી દર્દીઓના સગાને ભોજનની સુવિધા મળશે.

આ ઉપરાંત રાજ્ય સરકારે જાહેર રજાના દિવસે પણ દર્દીઓને રાહત મળે તે માટે રવિવારે પણ ઓપીડી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં રવિવારે ઓપીડી સવારે 9 થી 1 વાગે સુધી ચાલશે.

 

Published On - 6:34 pm, Sat, 17 September 22