ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને(Gujarat Assembly Election 2022) લઇને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલની(Naresh Patel) દિલ્લી મુલાકાતે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. તેમજ મળતી માહિતી મુજબ નરેશ પટેલ શનિવારે પ્રશાંત કિશોર(Prashant Kishor) સાથે બેઠક કરશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પ્રશાંત કિશોરને મળ્યા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાને પણ મળી શકે છે. તેથી તેમની રાજનીતિમાં જોડાવવા અંગેની અટકળો તેજ બની છે. તેમજ નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની સંભાવના વધુ મજબૂત થઈ છે. જયારે કોંગ્રેસે નરેશ પટેલનો પ્રસ્તાવ સ્વીકાર કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આની સાથે જ પીકેની પણ કોંગ્રેસના સામેલ થવાથી નરેશ પટેલના કોંગ્રેસમાં સામેલ થવાનાની સંભાવના મજબૂત થઈ છે. તેમજ નરેશ પટેલની ઈચ્છા હતી કે પીકે ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળે.
તેમજ પીકેને કોંગ્રેસમાં સામેલ કરવા માટે સોનિયા ગાંધીની ટીમે લીલીઝંડી આપી છે. તેથી પીકેના કોંગ્રેસમાં સામેલ થવાની સ્થિતિમાં નરેશ પટેલના પણ કોંગ્રેસમાં સામેલ થવાના સંકેત મળી રહ્યા છે.જો કે થોડા દિવસ પૂર્વે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની ગુપ્ત બેઠક મળતા ફરી નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. રાજકોટમાં અંદાજિત ત્રણ કલાક જેટલો સમય નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ હતી.
આ પણ વાંચો : Sokhda Haridham : ભક્તે સરલ સ્વામી વિરુદ્ધ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો
આ પણ વાંચો : ગીર સોમનાથ : કેસર કેરીનો પાક નિષ્ફળ, આ વર્ષે બેંકોના ધિરાણો ચૂકવી ન શકાય તેવી ખેડૂતોની સ્થિતી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 10:42 pm, Fri, 22 April 22