Gandhinagar: 8 મહાનગરપાલિકાઓને રૂપિયા 1,555 કરોડની લ્હાણી, શહેરી વિકાસ યોજના હેઠળ રકમ મંજૂર

|

Jul 03, 2021 | 9:44 PM

અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામો માટે 702 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના 41 કામો માટે 90 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

Gandhinagar: રાજ્યની 8 મહાનગરપાલિકાઓને 20-21ના વર્ષમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આંતરમાળખાકીય વિકાસ કામો માટે રાજ્ય સરકારે (Gujarat govt) કુલ રૂ.1555 કરોડ મંજૂર કર્યા છે.

 

 

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)વિસ્તારમાં વિકાસના કામો માટે 702 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના 63 કામો માટે રૂ. 355 કરોડ,  સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના 9 કામો માટે રૂ. 85 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

 

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani)દ્વારા મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના 41 કામો માટે 90 કરોડ રૂપિયાની ફાળવણીનો કરવાનો નિર્ણય કરાયો છે. 2021-22ના વર્ષમાં 8 મહાનગરોને ભૌતિક આંતરમાળખાકીય વિકાસ-સામાજીક આંતરમાળખાકીય વિકાસ કામો માટે રૂ. 1699 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : AHMEDABAD : GTU ખાતે શિક્ષણપ્રધાનનું નિવેદન, ધો-10 અને 12ના બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે

Next Video