Gujarat : પેટ્રોલ-ડીઝલની કિંમત વધતા સામાન્ય નાગરિકનું ખિસ્સુ ભલે ખાલી થયુ, પણ સરકારને થઈ મબલખ આવક

|

Mar 14, 2023 | 1:54 PM

ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને PNG પરના સેસમાંથી વેટ દ્વારા 38,730 કરોડની કમાણી કરી છે. સોમવારે ગુજરાત વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી હતી.

Gujarat : પેટ્રોલ-ડીઝલની કિંમત વધતા સામાન્ય નાગરિકનું ખિસ્સુ ભલે ખાલી થયુ, પણ સરકારને થઈ મબલખ આવક

Follow us on

Gujarat Govt : પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે સામાન્ય માણસ પર મોંઘવારીનો માર પડી રહ્યો છે, પરંતુ ગુજરાત સરકારને પેટ્રોલ અને ડીઝલમાંથી કરોડો રૂપિયાની કમાણી થઈ છે. ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને PNG પરના સેસમાંથી વેટ દ્વારા 38,730 કરોડની કમાણી કરી છે. સોમવારે ગુજરાત વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી હતી. રાજ્ય સરકારને 1 જાન્યુઆરી, 2021 થી 31 ડિસેમ્બર 2022 ના સમયગાળા માટે GST વળતર તરીકે 21,672.90 કરોડની સામે કેન્દ્ર પાસેથી 4,219 કરોડ મળ્યા હતા.

 PNG પર 128 કરોડ અને CNG પર 376 કરોડની કમાણી

આપને જણાવી દઈએ કે,વિધાનસભામાં રાજ્યના ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પેટ્રોલ પરના વેટ અને સેસમાંથી 11,870 કરોડ, ડીઝલ પર 26,383 કરોડ, PNG પર 128 કરોડ અને CNG પર 376 કરોડની કમાણી કરી છે.

મહત્વનું છે કે રાજ્ય સરકારે પેટ્રોલ પર 13.7 ટકા વેટ અને 4 ટકા સેસ, ડીઝલ પર 14.9 ટકા વેટ અને 4 ટકા સેસ, PNG (કોમર્શિયલ) પર 15 ટકા વેટ, પીએનજી (ડોમેસ્ટિક) પર 5 ટકા વેટ લાદ્યો હતો.આપને જણાવવુ રહ્યું કે CNG (હોલસેલર) પર 15 ટકા વેટ અને CNG (રિટેલર) પર 5 ટકા વેટ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તો એક બીજા સવાલના જવાબમાં કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યને 1 જાન્યુઆરી, 2021 થી 31 ડિસેમ્બર, 2022 સુધીના સમયગાળા માટે કેન્દ્ર પાસેથી જીએસટીના તેના હિસ્સા તરીકે 21,672.90 કરોડ મળશે. તેમણે કહ્યું હતુ કે રાજ્ય સરકારને GSTમાંથી તેનો હિસ્સો 4,219 કરોડ મળ્યો છે અને બાકીની રકમ માટે તેને 15,036.85 કરોડની લોન મળી છે, જે કેન્દ્ર દ્વારા સેસ ફંડમાંથી ચૂકવવામાં આવશે.

Published On - 1:09 pm, Tue, 14 March 23

Next Article