Gandhinagar : ગુજરાત(Gujarat) રાજ્ય સમગ્ર દેશમાં યુવાનોને રોજગારી(Employment) પુરી પાડવામાં ફરી એકવાર પ્રથમ ક્રમાંકે આવ્યું છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલાય દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવેલા એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–2023’નાઅહેવાલ પર નજર કરીએ તો ગુજરાતે વર્ષ 2022માં દેશભરની રોજગાર કચેરીઓ દ્વારા આપવામાં આવેલી કુલ રોજગારીના 43 ટકા એટલે કે 2.74 લાખ યુવાઓને રોજગારી પૂરી પાડી છે.
આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુ.જનજાતિના યુવાનોને રોજગારી આપવામાં દેશમાં પ્રથમ છે, જેમાં અનુસૂચિત જાતિના 22,600 ઉમેદવારોને અને અનુસૂચિત જનજાતિના 19,100 ઉમેદવારોને રોજગારી પુરી પાડીને દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. સાથે સાથ 1,22,700થી વધુ મહિલાઓને રોજગારી પુરી પાડીને દેશમાં બીજા ક્રમાંકે છે.
આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર રોજગાર મેળા, ભરતી મેળા તથા “અનુબંધમ” વેબપોર્ટલ તથા મોબાઇલ જેવા નવતર પ્રયોગો થકી સતત પ્રયત્નશીલ છે. આ ઉપરાંત મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં દ્વિતીય રહ્યું છે. જયારે રાજ્ય સરકારે “અનુબંધમ” વેબપોર્ટલ તથા મોબાઇલ એપ વિકસાવી છે.
જે વેબપોર્ટલ નોકરી દાતાઓ અને રોજગાર વાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બની છે. જ્યારે 7 હજારથી વધુ ભરતી મેળાના આયોજન થકી 8 લાખથી વધુ યુવાનોને રોજગારી આપી છે. જયારે છેલ્લા પાંચ વર્ષમાં રોજગાર કચેરીઓ દ્વારા 15 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:26 pm, Sat, 8 July 23