ગુજરાત સરકાર કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઇને સતર્ક, વાઈબ્રન્ટ સમિટના મહેમાનો અંગે ધ્યાન રખાશે

|

Nov 29, 2021 | 7:34 PM

વાઈબ્રન્ટ સમિટમાં આવતા મહેમાનો અંગે ધ્યાન રખાશે.વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી ટાસ્ક ફોર્સની બેઠક પણ ફરી શરૂ થશે.ઓમિક્રોન ને ધ્યાને રાખી ગુજરાતના તમામ એરપોર્ટ પર ટેસ્ટિંગ ફરજિયાત કરાયું છે.

કોરોનાના (Corona)નવા ઓમિક્રોન વેરિઅન્ટે( Omicron Variant)વિશ્વની ચિંતા વધારી છે.ત્યારે ઓમિક્રોનને લઇ ગુજરાત (Gujarat) સરકાર સતર્ક બની છે. જેમાં આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે કામગીરી કરી રહ્યાં છીએ. તેમજ વાઇબ્રન્ટ ગુજરાતને (Vibrant Gujarat) લઈને પણ ઉદ્યોગ વિભાગ સતત નજર રાખી રહ્યું છે.

વાઈબ્રન્ટ સમિટમાં આવતા મહેમાનો અંગે ધ્યાન રખાશે.વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી ટાસ્ક ફોર્સની બેઠક પણ ફરી શરૂ થશે.ઓમિક્રોન ને ધ્યાને રાખી ગુજરાતના તમામ એરપોર્ટ પર ટેસ્ટિંગ ફરજિયાત કરાયું છે.નેગેટિવ રિપોર્ટ હશે તે વ્યક્તિને જ એરપોર્ટની અંદર પ્રવેશ મળશે.આ અંગે આરોગ્ય કમિશનરે જણાવ્યું કે એરપોર્ટ પર 72 કલાકની અંદરનો નેગેટિવ રિપોર્ટ જરૂરી છે.જે વ્યક્તિ પોઝિટિવ આવશે તેને હોસ્પિટલ અથવા હોટલમાં આઇસોલેટ કરાશે.

ઉલ્લેખનીય છે કે, આ દરમ્યાન સુરતમાં બહારના દેશથી આવતા લોકો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જે દેશમાં નવા વેરિઅન્ટના કેસો આવ્યા છે. તે દેશમાંથી ભારત આવતા લોકોના ટેસ્ટિંગ કરીને તેમને ક્વોરન્ટાઈન કરાઈ રહ્યા છે. 7 દિવસના ક્વોરન્ટાઈન સમય દરમિયાન બીજીવાર પણ RTPCR ટેસ્ટ કરાશે.

જેથી કોઈ ચૂક ન રહી જાય.. નવા વેરિઅન્ટથી ચેતવતા મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે, જ્યાં સુધી આ વેરિઅન્ટ પર સંપૂર્ણ રિસર્ચ ન થાય ત્યાં સુધી લોકોએ કાળજી રાખવાની જરૂર છે

આ પણ વાંચો : નારાયણ સાંઇ વિરુદ્ધ જેલમાં મોબાઈલ ઉપયોગની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી દાખલ

આ પણ વાંચો : VADODARA : મહિલા સુરક્ષા સમિતિના ચેરમેનનું મોટું નિવેદન, “દુષ્કર્મના દોષિતોને જાહેરમાં ગોળી મારો”

Published On - 6:56 pm, Mon, 29 November 21

Next Video