Gujarat માં કુપોષણનું પ્રમાણ ઘટાડવા સરકારની પહેલ, દરરોજ આંગણવાડીઓમાં 60.02 લાખ બાળકોને પોષણ સહાયનું વિતરણ

|

Sep 07, 2022 | 5:26 PM

ગુજરાતમાં(Gujarat) કુપોષણનું પ્રમાણ ઘટાડવા સરકાર દ્વારા આઇસીડીએસ યોજના હેઠળ ટેક હોમ રેશન (ટીએચઆર) આપવામાં આવે છે. ટેક હોમ રેશન અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને સવારનો ગરમ નાસ્તો, બપોરનું ગરમ ભોજન તેમજ અઠવાડીયામાં બે વાર (સોમવાર અને ગુરુવાર) ઋતુ મુજબ ફળ આપવામાં આવે છે.

Gujarat માં કુપોષણનું પ્રમાણ ઘટાડવા સરકારની પહેલ, દરરોજ આંગણવાડીઓમાં 60.02 લાખ બાળકોને પોષણ સહાયનું વિતરણ
Aanganwadi Children
Image Credit source: File Image

Follow us on

ગુજરાતના (Gujarat) પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં કુપોષણને (Malnutrition) નાથવામાં મળેલી સિદ્ધિઓ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા “સહી પોષણ, દેશ રોશન”ના સંક્લ્પને સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. પ્રવક્તા મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા બાળકોના પોષણસ્તરમાં સુધારો લાવવા કરાયેલા સઘન પ્રયત્નોની વિગતો આપતા કહ્યું હતું કે, ગુજરાતની 53,029 આંગણવાડીઓ/નંદઘરમાં દરરોજ 60.02 લાખ નોંધાયેલ લાભાર્થીઓ છે. ચાલુ વર્ષે બજેટમાં માતબર રકમની જોગવાઈ કરીને બાળકો, કિશોરીઓ અને માતાઓના પોષણસ્તરમાં સુધાર લાવવા યુદ્ધના ધોરણે પ્રયત્નો હાથ ધર્યા છે. આ માટે સરકારે ચાલુ વર્ષે રૂ. 929 કરોડની વિશેષ જોગવાઈ માત્ર પોષણની યોજનાઓ માટે કરી છે. મંત્રીએ પોષણસુધારની આંકડાસભર માહિતી આપતાં કહ્યું હતું કે, બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓના પોષણ સ્તરની ચકાસણી માટે ભારત સરકાર દર પાંચ વર્ષે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) કરાવવામાં આવે છે. 2019-20 માં થયેલા પાંચમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણ મુજબ ગુજરાતમાં કુલ 39.7 ટકા ઓછા વજનવાળા બાળકો અને 10.6 ટકા SAM બાળકો જ્યારે 39 ટકા બાળકો સ્ટંટેડ (ઠીંગણા) હોવાનું નોંધાયું હતું.

આંગણવાડી કાર્યકર દ્વારા ‘પોષણ ટ્રેકર’ એપ્લિકેશનમાં નોંધવામાં આવે છે

આઇસીડીએસ(ICDS)યોજના હેઠળ બાળકોના વજન અને ઊચાઇની તમામ વિગત આંગણવાડી કાર્યકર દ્વારા ‘પોષણ ટ્રેકર’ એપ્લિકેશનમાં નોંધવામાં આવે છે. પોષણ ટ્રેકરના ડેટા મુજબ જુલાઇ-2022ની સ્થિતિએ રાજ્યમાં કુલ 23.36 ટકા ઓછાવજનવાળા બાળકો અને 3.12 ટકા SAM બાળકો છે. આમ, પાંચમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણના સાપેક્ષમાં પોષણ ટ્રેકર મુજબ આજની સ્થિતિએ કુલ 16.34 ટકા ઓછાવજનવાળા બાળકો તેમજ 7.48 ટકા SAMબાળકોમાં ઘટાડો થયો છે એમ મંત્રીએ જણાવ્યું હતું.

ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !

20 જિલ્લાના 109 ઘટકમાં દૂધ સંજીવની યોજના

રાજ્યમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવા સરકાર દ્વારા આઇસીડીએસ યોજના હેઠળ ટેક હોમ રેશન (ટીએચઆર) આપવામાં આવે છે. ટેક હોમ રેશન અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને સવારનો ગરમ નાસ્તો, બપોરનું ગરમ ભોજન તેમજ અઠવાડીયામાં બે વાર (સોમવાર અને ગુરુવાર) ઋતુ મુજબ ફળ આપવામાં આવે છે. આ ઉપરાંત ૩થી ૬ વર્ષના અતિઓછા વજનવાળા બાળકોને બાલશક્તિ યોજના હેઠળ તેમજ કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતા જે તંદુરસ્ત બાળકને જન્મ આપે અને બાળક સુપોષિત રહે તે માટે દર માસે ટીએચઆર તરીકે કિશોરીને પૂર્ણાશક્તિ અને માતાઓને માતૃશક્તિ યોજના હેઠળ પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, રાજ્યના 20 જિલ્લાના 109 ઘટકમાં દૂધ સંજીવની યોજના તથા 14 આદિજાતિ જિલ્લાના 106 ઘટકોમાં પોષણ સુધા યોજના યોજના અંતર્ગત વિવિધ પોષણ અંગે સહાય કરવામાં આવે છે.

Published On - 5:24 pm, Wed, 7 September 22

Next Article